જેતપુર: ખાનગી ટ્રાવેલ્સ બસ અડફેટે પરપ્રાંતિય યુવકનુ મૃત્યુ
બસચાલક ફરાર થઈ જતા વીરપુર પોલીસે ઝડપી લીધો
જેતપુર, જેતપુર શહેરના ખીરસરા રોડ ઉપર ખાનગી ટ્રાવેલ્સની બસે એક પરપ્રાંતિય બાઈકચાલકને અડફેટે લેતા ચાલકનું માથુ બસના પાછલા વ્હીલમાં આવી જતાં કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યુ હતુ.
શહેરના ખીરસરા રોડ પર અમરનગર બાજુથી પુરપાટ ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સની બસે એકટીવા ચાલકને અડફેટે લેતા ચાલકનુૃ એક્ટીવા સ્લીપ થઈ ગયુ હતુ.અને તેનુૃ માથુ બસના પાછલા વ્હીલમાં આવી ગયુ હતુ. જેથી નાળીયેર ફૂટે એમ આ અજાણ્યા ચાલકનુૃ માથુ ફાટી ગયુ હતુ. અને તેના માથાનો ભેજાે ઉડીને દસ ફૂટ સુધી રોડ પર ફેલાઈ જતા ચાલકનુૃ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યુુ હતુ. ગંભીર અકસ્માત સર્જીને ચાલકે બસ સાથે સ્થળ પરથી નાસી ગયો હતો.
અકસ્માતની જાણ થતાં પોલીસેેે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતકની ઓળખ તેની પાસેેથી મળેલા મોબાઈલ ફોન પરથી મેળવતા મૃતક બિહારના વૈશાલી જીલલાના મહંમ્મદ શકીલ અસારી (ઉ.વ.૩૦) હોવાનુૃ તેમજ તે અહીં મહિના પૂૃર્વે જ તેના મોટાભાઈની શહેરના ધોરાજી રોડ ઉપર આવેલા વિહાર ટાયર સર્વિસમાં મજુરી કામ કરવા માટે આવ્યો હતો.
મૃતકની ઓળખ બાદ પોલીસને અકસ્માત સર્જનાર ખાનગી બસનો નંબર જીજેઓ ૯ ઝેડ ૯૯૦૧ મળી જતાં પલીસે બસને પકડવા માટેે આજુબાજુના પોલીસ સ્ટેશનમાં જાણ કરતા બસને વીરપુર પોલીસેે ચાલક સાથે ઝડપી લીધો હતો.