જેતપુર તાલુકાની સસ્તા અનાજની ૭પ દુકાને સપ્ટેમ્બર માસનો પુરવઠો પહોચ્યો જ નથી!

૩૧ હજાર જેટલા ગ્રાહકો ચાલુ મહિને પુરવઠાથી વંચિત રહે તેવી ભીતિ
જેતપુર, જેતપુર શહેર-તાલુકાની ૭પ જેટલી સસ્તા અનાજની દુકાનોને ચાલુ મહિનાના અનાજનો પુરવઠો જ મળ્યો નથી. હજુ ક્યારે મળશે તે પણ જાણ ન હોવાથી ૩૧હજાર જેટલા ગ્રાહકો ચાલ મહિને પુરવઠાથી વંચિત રહી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
સરકાર દ્વારા ગરીબોને પંડિત દિનદયાળ ઉપાધ્યાય રાહત ભાવની દુકાનો દ્વારા સસ્તા ભાવે અનાજ પુરવઠો વિતરણ કરવામાં આવે છે. જેમાં જેતપુર શહેર તાલુકાની ૭પ જેટલી દુકાનોના ૩૧,ર૮પ ગ્રાહકો દર મહિને અનાજ પુરવઠો મેળવતા હોય છે. ઘણીવાર પુરવઠો વહેલા-મોડો થતો હોય છે.
પરંતુ ચાલુ સપ્ટેમ્બર મહિનામાં તો ૧૮ તારીખ થઈ ગઈ હોવા છતાંય પુરવઠાનં રાહત ભાવની દુકાનોમાં નામોનિશાન નથી. આ અંગે પૂરવઠાના સરકારી ગોડાઉને જઈને તપાસ કરતા જાણવા મળેલું છે કે હજુ પુરવઠોગોડાઉનમાં જ આવ્યો નથી. ગોડાઉનમાં આવે તો દુકાનદારોને મળે અને દુકાનદારોને મળે તો ગ્રહકોને આપે.
આ ઉપરાંત પુરવઠો ક્યાં સુધીમા આવી જશે તેવું ગોડાઉનના મદદનીશ મેનેજર એસ.એ. ખીમાણીને પૂછતાં તેઓએ જણાવલું કે, સરકાર જ્યારે પુરવઠો ફાળવશે ત્યારે આવશે અને ક્યારે ફાળવે તે હું ન કહી શકું. બીજી બાજુ દુકાનોના સંચાલકોએ પણ આજે મામલતદારને પુરવઠો ન આવ્યો હોવાની રજૂઆત કરી હતી.