જેતલપુર માર્કેટયાર્ડ નિયમોના ચુસ્તપણે પાલન સાથે બુધવારથી શરૂ થશે
જેતલપુર માર્કેટ યાર્ડમાં ખરીદ-વેચાણ નોસમય રાત્રિના ૭ કલાકથી સવારના ૭ કલાકનો રહેશે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમદાવાદ દ્વારા તારીખ 15/04/2020 બુધવારથી જેતલપુર માર્કેટયાર્ડમાં ખરીદી-વેચાણ પૂર્વવત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના વિવિધ નિયમોનું પાલન ચુસ્તપણે કરવામાં આવશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આ માટે વિવિધ દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. જેતલપુર માર્કેટ યાર્ડમાં ખરીદ-વેચાણ નોસમય રાત્રિના ૭ કલાકથી સવારના ૭ કલાકનો રહેશે.
શાકભાજી લઈને આવતા વાહનોમાં ફક્ત એક ડ્રાઈવર અને એક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. માર્કેટયાર્ડના વેપારી દિઠ શાકભાજી લઈને આવતા માત્ર એક જ વાહનને પ્રવેશ આપવામાં આવશે. માર્કેટ યાર્ડના પ્રવેશ દ્વાર ખાતે ટેમ્પરેચર ગનથી તાપમાન માપવામાં આવશે અને સેનેટાઈઝર રાખવામાં આવશે. માર્કેટ યાર્ડની અંદર દરેક વ્યક્તિ માટે માસ્ક ફરજીયાત રહેશે. જેતલપુર માર્કેટયાર્ડ ફક્ત શાકભાજીનું હોઇ ફળફળાદી ભરેલા વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટંન્સીગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.