જેતલસર-ઢસા વચ્ચેે એપ્રિલમાં ટ્રેન ચાલુ થઈ જશે
જેતપુર, જેતલસર-ઢસા રેલ્વે લાઈનને મીટરગેજમાંથી બ્રોડગેેજમાં રૂપાંત્તરીત કરવાનું કામ છેલ્લા ચાર વર્ષથી ચાલુ હતુ જે હવે પૂર્ણ થતાં રેલ્વે ટ્રેક પર એક એન્જીનથી ટ્રાયલ પણ લેવામાં આવી હતી.
જેતલસર જંકશનથી ઢસા સુધીની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં ફેરવવાનું કામ ચાર વર્ષ પર્વે શરૂ થયુ હતુ. ૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૦૪.૪ કી.મી.ના અંતરના આ ટ્રેકનું કામ પૂર્ણ થતાં પ્રોજેક્ટના મેનેજર ભરતભાઈ ગૌડાની હાજરીમાં એક એન્જીત અને ડબ્બાથી ધાર્મિક વિધિ દ્વારા આ ટ્રેકનું ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ.
આ અંગે મેનેજર ગોડાએ જણાવ્યુ હતુ કે આ ૧૦૪.૪ કી.મી.નું અંતર બે ફેઈસમાં કરવામાં આવ્યુ છે. જમાં જેતલસર જંકશનથી લુણીધાર અને લુણીધારથી ઢસા. જેમાં આ ટ્રાયલ એન્જીન જેતલસર જંકશનથી લુણીધાર સુધી પ૦ કી.મી.ની ઝડપે ચાલશે. જ્યારે લુણીધારથી ઢસા સુધી અગાઉ જે ટ્રાલ થઈ ગઈ હોવાથી ત્યાં ૧ર૦ કી.મી.ની ઝડપે ટ્રાયલ એન્જીનને દોડાવવામં આવશે.
ત્યારબાદ આ ટ્રેક પર માલવાહક ટ્રેન દોડાવવામાં આવશે. જમાં પ્રથમ પાંચ ડબ્બા અને ત્યારબાદ ડબ્બા વધુ જાેડાતા જશે. તેવી જ રીતે પેસેન્જર ટ્રેનમાં પણ ક્રમશઃ ડબ્બા વધારવામાં આવશે. પેસેન્જર ટ્રેન એપ્રિલ મહિનાની પ્રારંભમાં શરૂ થઈ જશે એમ જણાવ્યુ હતુ.