જેનેલિયાએ રિતેશના બર્થ ડે પર સુંદર વીડિયો શેર કર્યો
મુંબઈ: એક્ટર રિતેશ દેશમુખે ગઈકાલે એટલે કે ૧૭મી ડિસેમ્બરે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેના જન્મદિવસ પર ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ અને ફેન્સે સોશિયલ મીડિયા પર શુભેચ્છા અને અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. તેની પત્ની અને એક્ટ્રેસ જેનેલિયા ડિસૂઝાએ પણ એક સુંદર વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમની હેપી મોમેન્ટ્સની ઝલક જાેવા મળી રહી છે. વીડિયોની સાથે જેનેલિયાએ તેના નવરા માટે એક સ્પેશિયલ અને લાંબી નોટ પણ લખી છે. જે પ્રેમથી ભરપૂર છે.
તેણે તેમના જીવનના તબક્કાઓ કેવી રીતે સાથે પસાર કર્યા અને કેવી રીતે સાથે જાેડાયેલા રહ્યા તેનો ઉલ્લેખ કર્યો છે. જેનેલિયાએ લખ્યું છે કે, જીવનમાં એક એવો સમય હોઈ છે જ્યારે તમે પર્ફેક્ટ વ્યક્તિને શોધો છો અને ઘણીવાર તમને ખરેખર તેવી વ્યક્તિ મળતી નથી. હું જ્યારે તને મળી ત્યારે મેં શોધ નહોતી કરી. પરંતુ મારી પાસે તારા જેવો વ્યક્તિ છે તેવું વિચારીને જ મને પ્રેમ ઉમટી આવતો હતો. અને પછી રિયલ ડીલ થઈ. તું મારી સાથે રહ્યો. તેણે ઉમેર્યું છે કે, આપણે જીવનના તમામ તબક્કાઓમાંથી સાથે પસાર થયો.
ક્લૂલેસ ટીનેજર્સથી પતિ-પત્ની અને માતા-પિતા બનવા સુધી. દરેક બાબત સુંદર રહી. પરંતુ મારા જીવનનો સૌથી સુંદર હિસ્સો તું જ રહીશ અને તેમા કોઈ ફેરફાર નહીં આવે, ભલે ગમે એટલો સમય જતો રહો. તેખી, મને નથી લાગતું કે આપણી પાસે બધુ પર્ફેક્ટ હતું. મારું માનવું છે કે, આપણે આપણી અપૂર્ણતા, વિચિત્રતા અને ઉતાર-ચડાવથી જાેડાયેલા રહ્યા. આઈ લવ યુ રિતેશ. હેપી બર્થ ડે નવરા.
જેના જવાબમાં બર્થ ડે બોયે લખ્યું કે, મને નથી ખબર કે મારે કેવી રીતે તને જવાબ આપવો જાેઈએ બાઈકો. મને પસંદ કરવા બદલ આભાર. આઈ લવ યુ. જ્યારથી કપલે ડેટિંગ કરવાનું શરુ કર્યું ત્યારથી તેઓ ફેન્સને કપલ્સ ગોલ્સ આપતા આવ્યા છે. તેમનું સોશિયલ મીડિયા પણ આ વાતની સાબિતી છે. રિતેશ અને જેનેલિયા બે બાળકોના માતા-પિતા છે, જેમનું નામ રાહિલ અને રિયાન છે.