Western Times News

Gujarati News

જેનેલિયાના કો-સ્ટાર સાથે રિતેશની હાથાપાઇ થઇ

મુંબઈ, રિતેશ દેશમુખએ જાને તૂ યા જાને નામાં પત્ની જેનેલિયા ડિસૂઝાના પાત્ર અદિતિ તરફથી બદલો લીધો છે. નવા વીડિયોમાં રિતેશ, અદિતિને થપ્પડ મારવા માટે અયાજની મારઝૂડ કરતાં જાેવા મળી રહ્યા છે. આ વીડિયોને પોતે અયાઝ ખાનએ શેર કર્યો છે. ફિલ્મમાં અયાઝએ અદિતિના પ્રેમી સુશાંત મોદીની ભૂમિકા ભજવી છે.

જે જય (ઇમરાન ખાન) સાથે તેની મિત્રતાથી ઇર્ષા કરે છે અને તેને પાર્કિંગમાં મારે છે. અયાઝએ તાજેતરમાં જ એક વીડિયોમાં પોતાની નારાજગીનો ખુલાસો કરવામાં આવ્યો કે ફિલ્મમાં અદિતિને થપ્પડ મારવા માટે આજ સુધી તેમની બુરાઇ કરતા રહે છે. નવા વીડિયોમાં રિતેશ, અદિતિનો બદલો લેતાં જાેવા મળી રહ્યા છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે રિતેશ, અયાઝને પકડે છે અને મારવા લાગે છે પછી અયાઝ રડવા લાગે છે. તેને કેપ્શન આપતાં લખ્યું છે, શું આ નફરત ક્યારે રોકાશે? ગત થોડા દિવસો પહેલાં તે હેટ કોમેન્ટને બતાવી પણ હતી, જે તેમને હજુ પણ ફિલ્મના નેગેટિવ પાત્રના કારણે મળતી રહે છે. તમને જણાવી દઇએ કે ‘જાને તૂ યા જાને ના’ ૨૦૦૮ માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ બે મિત્રોની કહાની હતી.

તાજેતરમાં જ કેબીસી ૧૩ એપિસોડ દરમિયાન, રિતેશ, જેનેલિયાએ ઇંડસ્ટ્રીમાં પોતાના અનુભવ શેર કર્યા અને જેનેલિયાએ અમિતાભ બચ્ચનની સાથે પોતાની પ્રથમ જાહેરાત વિશે વાત કરી. તે સમયને યાદ કરતાં બિગ બીએ જણાવ્યું કે કેવી રીતે તેમણે એકસાથે જાહેરાત માટે શૂટિંગ કર્યું અને જેનેલિયાની સાથે ક્લોઝ-અપની રિકવેસ્ટ કરી.

આ દરમિયાન રિતેશને જેનેલિયા સાથે પોતાના લગ્નનો શ્રેય બિગ બીને આપવા માટે કહ્યું, ‘જાે તમે તે દિવસે ક્લોઝ-અપ લગાવ્યો ન હોત તો કદાચ અમારા લગ્ન ન થાય. ક્લોઝ-અપના લીધે તેમણે અને મેં મારે પ્રથમ ફિલ્મ સાથે કરી. આ બધુ તે એક ક્લોઝ-અપના કારણે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.