જેને દોસ્ત અને દુશ્મન “શેરશાહ”ના હુલામણા નામે બોલાવતા હતા, કોણ હતા એ કારગીલ યુધ્ધના અસલી હીરો
કારગીલ યુદ્ધને આ વર્ષે 20 વર્ષ પૂર્ણ થયા છતાં આજે પણ ભારતના વીરોની વિરતા ભૂલાતી નથી. આજના જ દિવસે એક પરમવીરચક્ર વિજેતા સૈનિકે દેશની સેવા કરતા શહીદી વહોરી હતી. જેનું નામ વિક્રમ બત્રા અને જેને તેના દોસ્ત અને દુશ્મન તમામ લોકો શેરશાહના હુલામણા નામે બોલાવતા હતા.
વિજ્ઞાનમાં સ્નાતક એવા વિક્રમ બત્રા સેનામાં જોઈનિંગ સીડીએસ દ્રારા ભરતી થયા હતા. જુલાઈ 1996માં તેમણે ભારતીય સૈન્ય અકાદમી દહેરાદૂનમાં પ્રવેશ મેળવ્યો. 6 સપ્ટેમ્બર 1997માં 13 જમ્મુ અને કાશ્મીર રાયફલ્સમાં લેફ્ટિનેન્ટની પોસ્ટ પર નિયુક્તિ મેળવી.
કારગીલ સમયે મેજર વિક્રમ બત્રાએ અદ્રિતિય શોર્ય અને રણકૌશલ્યનો અદભૂત પરિચય આપ્યો હતો. તેમણે ન માત્ર મહત્વના પર્વતો પર કબ્જો કર્યો પણ પાકિસ્તાની સેનાના મનોબળને પણ તોડી નાખ્યું હતું. બત્રાના નેતૃત્વમાં જ 19 જૂન 1999ના ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘુસણખોરો પાસેથી પોંઈન્ટ 5140 આંચકી લીધું હતું.
કારગીલ યુદ્ધ સમયે લડાઈની ભીષણતાનો અંદાજ એ વાત પરથી આવે છે કે પાકિસ્તાનની સેના પહાડો પર બંકર બનાવીને બેઠી હતી. જ્યારે ભારતીય સૈન્ય નીચેથી ખુલીને હુમલો કરી રહ્યા હતા. આ કારણે જ ભારતને પાકિસ્તાનના મજબૂત પ્રતિરોધકનો સામનો કરવો પડ્યો હતો.
પહેલી જૂન 1999ના રોજ વિક્રમ બત્રાની કમાન્ડો ટૂકડીને કારગીલ યુદ્ધમાં મોકલવામાં આવી હતી. હમ્પ-વ-રાકી-નાબને જીત્યા બાદ તેમને કેપ્ટન બનાવી દેવામાં આવ્યા હતા. જે પછી શ્રીનગર લેહ માર્ગ પર ઠીક ઉપર મહત્વપૂર્ણ પર્વત 5140ને પાકિસ્તાનથી મુક્ત કરવાની જવાબદારી પણ વિક્રમ બત્રાને સોંપવામાં આવી હતી.
ખૂબ ભીષણ અને પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં વિક્રમ બત્રાએ પોતાના સાથીઓ સાથે 20 જૂન 1999ના સવાર ત્રણ વાગીને ત્રીસ મિનિટે ચોટી પર તિરંગો લહેરાવ્યો હતો. જે પછી વિક્રમ બત્રાએ આ પર્વત પરથી કમાન્ડ ઉદ્ધોષ આપ્યો હતો, યે દિલ માગે મોર… પર્વત 5140માં ભારતીય ધ્વજ સાથે વિક્રમ બત્રાનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો.
એ પછી સેનાએ વિક્રમ બત્રા અને તેની ટીમને પર્વત 4875 પર કબ્જો મેળવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે પોતાના લેફ્ટનન્ટ અનુજ નૈયરની સાથે જીત મેળવવા પર લાગી ગયા હતા. એ પર્વત સમુદ્ર તટથી 17 હજાર ફિટ ઉપર હતી.
7 જુલાઈ 1999 એક ઓફિસરને બચાવતા ઘાયલ થયેલા વિક્રમ બત્રા શહીદ થયા. એ ઓફિસરને બચાવતા કેપ્ટને કહ્યું હતું કે, તુમ હટ જાઔ, તુમ્હારે બીવી બચ્ચે હૈ… તેમના શોર્ય અને પરાક્રમને જોતા ભારત સરકારે તેમને મરણોપરાંત ઓગસ્ટ 1999ના દિવસે સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્રથી સન્માનીત કરાયા હતા.