જેફ બેઝોસે અધધ..1171 કરોડ રૂપિયાનુ ઘર ખરીદયુ
વૉશિંગ્ટન, દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝોસે અમેરિકાના લોસ એન્જિલિસ શહેરમાં 16.5 કરોડ ડોલર એટલે કે અધધ…1171 કરોડ રૂપિયાનુ ઘર ખરીદીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. લોસ એન્જલસમાં કોઈ ઘર માટે થયેલો અત્યાર સુધીનો આ સૌથી મોટો સોદો છે. બેઝોસે આ ઘર મીડિયા વ્યવસાયી ડેવિડ ગેફેન પાસેથી ખીદયુ છે. આ પહેલા 2019માં 15 કરોડ ડોલરમાં એક ઘરનો સોદો થયો હતો.
બેઝોસે ખરીદેલો વોર્નર એસ્ટેટ નામનો બંગલો લોસ એન્જિલિસિના સૌથી મોંઘા દાટ વિસ્તાર ગણાતા બેવર્લી હિલ્સમાં નવ એકર વિસ્તારમાં ફેલાયેલો છે.જેમાં ગેસ્ટ હાઉસ, ટેનિસ કોર્ટ, ગોલ્ફ કોર્સ સહિતની સુવિધાઓ છે. અમેરિકાના જાણીતા સ્ટુડિયો વોર્નર બ્રધર્સના પૂર્વ અધ્યક્ષ જેક વોર્નરે આ 1930માં બનાવ્યુ હતુ. બેઝોસ તાજેતરમાં તેમની પત્ની સાથેના છુટાછેડાથી પણ ચર્ચામાં આવ્યા હતા. બેઝોસની પ્રોપર્ટી 110 અબજ ડોલર કરતા વધારે છે.