જેફ બેઝોસ આ વર્ષે અમેઝોનના CEOનું પદ છોડશે !
નવી દિલ્હી: અમેઝોનના મુખ્ય કાર્યકારી અધિકારી જેફ બેઝોસ ૨૦૨૧ના ત્રીજા ક્વાર્ટરમાં પોતાના પદ પરથી હટી જશે. તરફથી કહેવામાં આવ્યું છે કે બેઝોસ પોતાના ‘અન્ય પેશન્સ’ પર ફોકસ કરવા માંગે છે. બેઝોસનું સ્થાન અમેઝોન વેબ સર્વિસિસના મુખ્ય કાર્યકારી એન્ડી જેસી લઈ શકે છે.
સાથોસાથ બેઝોસ હવે બોર્ડના કાર્યકારી અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે. આ અહેવાલો ત્યારે આવી રહ્યા છે જ્યારે કંપનીએ પહેલીવાર સતત ત્રીજી વાર રેકોર્ડ પ્રોફિટ અને ક્વાર્ટરનું વેચાણ ેંજી૧૦૦ બિલિયન ડૉલરથી વધુનું નોંધાવ્યું છે.
હવે એ સવાલનો જવાબ પણ મળી ગયો કે કંપનીમાં દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનું પદ કોણ ગ્રહણ કરશે. ૫૩ વર્ષીય જૈસી ૧૯૯૭માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી ગ્રેજ્યુએશન કર્યા બાદ અમેઝોન સાથે જાેડાયા હતા. તેઓએ અમેઝોન વેબ સર્વિસિસની સ્થાપના કરી અને તેને લાખો લોકો દ્વારા ઉપયોગ કરનારા ક્લાઉડ પ્લેટફોર્મમાં વિકસિત કર્યું.
જેસીને આ પદ માટે લાંબા સમયથી દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. જેસીને ટેકનીકલ બાબતોના ઉત્તમ જાણકાર માનવામાં આવે છે. તેઓએ હંમેશાથી જ ઓરેકોલ કોર્પ અને ક્લાઉડ પ્રતિદ્વંદી માઇક્રોસોફ્ટ કોર્પથી અગ્રેસર રહ્યા છે. એડબલ્યૂએસ વેચાણના મામલમાં આગળ રહ્યા છે. જેસી પર બેઝોસે ભરોસો વ્યક્ત કર્યો છે.
અમેઝોનના કર્મચારીઓને એક પત્રમાં જેફ બેઝોસે કહ્યું કે, તેઓ અમેઝોનના અગત્યના પાસાઓ સાથે જાેડાયેલા રહેશે. પરંતુ હવે તેઓ પોતાના ‘પરોપકારી પ્રયાસો’ તરફ વધુ ધ્યાન આપશે. જેમાં ડે વન ફંડ, બેઝોસ અર્થ ફંડ અને અંતરિક્ષણ અન્વેષણ તથા પત્રકારત્વ સાથે જાેડાયેલા અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામેલ છે. બેઝોસે લખ્યું કે આ નિવૃત્ત થવાની વાત નથી. હું આ સંસ્થાના પ્રભાવને લઈને ઘણો ઉત્સાહિત છું.
નોંધનીય છે કે, જેફ બેઝોસે વર્ષ ૧૯૯૪માં અમેઝોનની સ્થાપના કરી હતી. એક ઓનલાઇન બુક સ્ટોરથી અમેઝોન આજે મેગા ઓનલાઇન રિટેલરમાં ફેરવાઈ ગઈ છે. જે દુનિયાભરમાં તમામ પ્રકારની પ્રોડક્ટસને વેચે છે અને વિતરિત કરે છે. જેફ બેઝોસે પોતાના કર્મચારીઓને એક પત્ર લખીને કંપનીમાં એન્ડી જેસીની નવી ભૂમિકા માટે તેમની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.