જેબા બખ્તિયારને લઈ રાજીવ સલમાન ખાનની તકરાર થઈ હતી
રાજીવના નિધન બાદ જૂની વાતો સામે આવી રહી છે-ડિનર માટે જેબા સલમાન ખાન સાથે પહોંચી તો રાજીવ પણ ત્યાં પહોંચી ગયા અને તે ટેબલ પર જઈને બેસી ગયા
મુંબઈ, વેટરન એક્ટર રાજીવ કપૂરનું ૯ ફેબ્રુઆરીએ નિધન થઈ ગયું. ૫૮ વર્ષના રાજીવ કપૂરને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ તેઓ બચી શક્યા નહીં. મંગળવારે સાંજે રાજીવના અંતિમ સંસ્કાર કરી દેવાયા. રાજીવ કપૂરે વર્ષ ૨૦૦૧માં આર્કિટેક્ટ આરતી સબરવાલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્ન વધારે ન ટકી શક્યા અને બે વર્ષ બાદ એટલેકે ૨૦૦૩માં જ તેમના ડિવોર્સ થઈ ગયા.
રાજીવ કપૂરના નિધન બાદ તેમની ઘણી જૂની બધી યાદો અને કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં સલમાન ખાન અને રાજીવ કપૂર વચ્ચે બન્યો હતો, જેમાં બંને વચ્ચે જાેરદાર ઝઘડો થયો હતો. હકીકતમાં ઋષિ કપૂરની ફિલ્મ હિના અને સલમાન ખાનની ફિલ્મ સનમ બેવફાનું શૂટિંગ એક જ જગ્યાએ ચાલી રહ્યું હતું.
બંને ટીમો પણ એક જ હોટલમાં રોકાયેલી હતી. રાજ કપૂરના નિધન બાદ રાજીવ, રણધીર અને ઋષિ કપૂરે મળીને હિનાનું કામ પૂરું કરી રહ્યા હતા. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ જેબા બખ્તિયાર હીરોઈન હતી. જેને સલમાન ખાન એક રાત માટે ડિનર પર લઈ જવા પૂછ્યું હતું. સલમાન ખાનના ડિનરની વાત પર રાજીવ કપૂરને આવ્યો હતો ગુસ્સો.
કારણ કે રાજીવ નહોતા ઈચ્છતા કે આરકે બેનરની કોઈ હીરોઈનનું નામ બીજે ક્યાંય જાેડવામાં આવે. બીજી તરફ સલમાન ખાન જેબાને ફૂલો મોકલતો રહ્યો. જ્યારે ડિનર માટે જેબા સલમાન ખાન સાથે પહોંચી તો રાજીવ પણ ત્યાં પહોંચી ગયા અને તે જ ટેબલ પર જઈને બેસી ગયા. રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાન અને રાજીવ કપૂર વચ્ચે વાત એટલી હદ સુધી પહોંચી ગઈ કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
જાેકે બાદમાં સલમાને કહ્યું કે રાજીવ આ સ્ટોરી સસ્તી પબ્લિસિટી માટે કહી રહ્યા છે. જ્યારે રાજીવનું કહેવું હતું કે સલમાનની એટલી હિંમત નહોતી કે તેમને હાથ લગાવી શકે. આવી રીતે તે સમયે આ મામલો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.