જેલથી પત્ર લખવાનો એક નવો રિવાજ શરૂ થયો છે : સંજય રાઉત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/sanjay-raut--1024x576.jpg)
મુંબઇ: ટીલિયા કેસ અને મનસુખ હિરેનના મોત મામલે ધરપકડ સચિન વાજેના સનસનીખેજ આરોપોએ મુંબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના આરોપોને બળ આપી દીધુ છે.વાજેના આરોપોથી ઘેરાયેલા અનિલ પરબનો બચાવ કરવા માટે સંજય રાઉત આવ્યો છે.વાજે દ્વારા ટ્રાંસપોર્ટ મંત્રી અનિલ પરબ પર લગાવવામાં આવેલા આરોપોને લઇ રાઉતે કહ્યું કે ત આમ કયારેય કરી શકે નહીં આ એક રાજનીતિક કાવતરૂ છે.
સંજય રાઉતે કહ્યું કે જેલથી પત્ર લખવાનો એક નવો રિવાજ શરૂ થઇ ગયો છે શિવસેનાના મંત્રીની વિરૂધ્ધ કાવતરૂ છે. હું અનિલ પરબને જાણુ છું તે આવા કામમમાં સામેલ થઇ શકે નહીં હું આશ્વસ્ત કરી શકુ છું કે કોઇ પણ શિવ સૈનિક બાલા સાહેબના નામ પર ખોટી સોગંદ ખાઇ શકે નહીં
એ યાદ રહે કે સચિન વજેએ એનઆઇએને લખેલ પત્રમાં આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને રાજયના ટ્રાંસપોર્ટ મંત્રી અનિલ પરબે તેમને વસુલી કરવા માટે કહ્યું હતું આ પહેલા પરમબીર સિંહ પણ આરોપ લગાવી ચુકયા છે કે દેશમુખે જ વાજેને દર મહિને ૧૦૦ કરોડની વસુલીનો ટારગેટ આપ્યો હતો.
જાે કે અનિલ પરબે મુંબઇના સસ્પેડેંડ એપીઆઇ સિચન વાજેના આરોપોને નકારી દીધા છે. તેમણે કહ્યું કે મારી પુત્રીઓના સોગંદ ખાતા ખુદને બાલાસાહેબના શિવસૈનિક બતાવ્યા હતાં.અનિલ પરબે કહ્યું હતું કે હું બાલા સાહેબ ઠાકરેનો શિવ સૈનિક છું મેં તેમના નામે સોગંદ લીધા છે જેમને હું ભગવાનની જેમ માનુ છું આ સાથે જ મારી બંન્ને પુત્રીઓના સોગંદ ખાઇને કહી રહ્યો છું કે મારા પર લગાવવામાં આવેલ તમામ આરોપો ખોટા છે. તેમણે કહ્યું કે ભાજપે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને બદનામ કરવા માટે આ કાવતરૂ રચ્યુ છે.
તેમણે દાવો કર્યો કે આ ભાજપની રણનીતિનો હિસ્સો છે અને વાજેના આરોપ પણ તેનો હિસ્સો છે મુખ્યમંત્રીને બદના કરવા માટે મુખયમંત્રીની આસપાસના લોકોને બદનામ કરવા પડશે તેના માટે આ ભાજપનું કાવતરૂ છે. તેમણે કહ્યંું કે હું તપાસ માટે તૈયાર છું અને તેમના પર લગાવવામાં આવેલ આરોપો માટે નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છું.પરંતુ હું રાજીનામુ આપીશ નહીં કારણ કે મેં કાંઇ ખોટું કર્યું નથી
રિપોર્ટ અનુસાર વાજેએ એનઆઇને હાથથી લખેલ પત્રમાં દાવો કર્યો છે કે એનસીપી વડા શરદ પવાર મુંબઇ પોલીસમાં તેમની બહાલીના વિરોધમાં હતં અનિલ દેશમુખે વાજેને કહ્યંું હતું કે જાે તે ૨ કરોડ લાવીને આપશે તો તે શરદ પવારને મનાવી લેશે વાજેએ એ પણ દાવો કર્યો કે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબે પણ તેમને બીએમસીથી જાેડાયેલ ૫૦ ઠેકેદારોથી ૨-૨ કરોડ રૂપિયા વસુલ કરવા માટે કહ્યું હતું ચાર પેજના આ પત્રને વાજેએ એનઆઇએ કોર્ટને સોંપ્યો છે.