Western Times News

Gujarati News

જેલથી બચવા અજીત પવારે ભાજપને ટેકો આપ્યો

મુંબઈ: મુખ્યમંત્રી પદની માંગ સાથે ભાજપ સાથે છેડો ફાડનાર શિવસેના પોતાના પક્ષની વિચારધારાથી અલગ જ વિચારધારા ધરાવતા કોંગ્રેસ પક્ષ સાથે બેસવા તૈયાર થઈ ગઈ હતી અને સરકાર રચવા માટેની ગતિવિધિ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ હતી ત્યારે જ અજીત પવારે ભાજપને ટેકો જાહેર કરી સરકાર રચતા જ શિવસેનાના નેતાઓ ચોંકી ઉઠયા છે. શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે (Shivsena Spokesperson Sanjay Raut told after maharashtra government formation) આજે તેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ અને અજીત પવારે પાપ કર્યું છે

જાકે આ સમગ્ર ઘટનાક્રમથી શરદ પવાર સાવ અજાણ છે. ગઈકાલથી જ અજીત પવારની તમામ હિલચાલ શંકાસ્પદ જણાતી હતી અને તેઓ ચાલુ બેઠકે પણ જતા રહયા હતાં તેમણે જણાવ્યું હતું કે અજીત પવારે શરદ પવાર સાથે પણ દગો કર્યો છે અને જે પાપ કર્યું છે તેનો બદલો મહારાષ્ટ્રની જનતા લેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શરદ પવારને મળવાના છે અને આ બેઠકમાં કેટલીક મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની છે. આ સમગ્ર ઘટનાક્રમમાં રાજભવનનો પણ દુરઉપયોગ કરવામાં આવ્યો છે અને રાત્રિના સમયે કરવામાં આવેલુ આ પાપ કયારેય માફ નહી કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.