જેલની કામગીરીને ઉપયોગી બનાવવા પુસ્તક તૈયાર કરાયું
અમદાવાદ, રાજ્યની જેલો ગૂનેગારોને સુધારવા માટેનું પ્રવૃત્તિ કેન્દ્ર બની છે, ત્યારે સંશોધનકારો માટે અને જેલોનું વાતાવરણ-જેલર અને જેલ સ્ટાફની કામગીરીને સમાજાે માટે વધુ ઉપયોગી બનાવવાના હેતુથી જેલ વડાએ પુસ્તક તૈયાર કરાવ્યું છે.
પુસ્તક તૈયાર કરવાનો હેતુ જેલ અંગે પબ્લિક અને જનતા માર્ગદર્શક બને તે હેતુસર અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ દ્વારા પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જે ૨૦૦ રૂપિયાની કિંમતે જેલમાં વેચાણ અંગે મુકાશે. અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે એલએન રાવ કે જેઓ હાલ ગુજરાત જેલોના વડા છે. તેમના દ્વારા ધ જેલ જેલ ઇતિહાસ અને વર્તમાન’ નામના પુસ્તકને લોકહિતે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ પુસ્તકમાં જેલના ઇતિહાસની આઝાદી જંગના વીરોના જેલવાસની રોમાંચક વાતો લખવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની જેલોના ઇતિહાસ અને વર્તમાનની રોમાંચક અને દુર્લભ ગાથા તેમજ કેદી સુધારણા પ્રવૃત્તિઓના આલેખન કરતા પુસ્તકનું ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં ગઈકાલે વિમોચન કર્યુ હતું. મહત્વનું છે કે આ પુસ્તક થકી જેલને થતી આવક કેદી વેલ્ફરમાં આપવામાં આવશે.
રાજ્યની જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશક ડૉ કેએલએન રાવ દ્વારા આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. અને તેમાં ગુજરાતની વિવિધ જેલોની કેદી સુધારણા સહિતની અનેક પ્રવૃત્તિઓથી લોકોને સુપેરે પરિચિત કરાવવાનો સ્તુત્ય પ્રયાસ થયો છે. સાથો સાથ જેલ અંગે સામાન્ય માન્યતા અને ધારણાઓ લોકોમાં છે. તેની સામે આ પુસ્તક જેલોના મોટા અને રોચક ઇતિહાસ સાથે જેલો એ ગૂનેગારોને સુધારણા માટેનું બહુવિધ પ્રવૃત્તિ કેન્દ્ર બની છે.
આ પુસ્તકમાં આઝાદી કાળ દરમિયાન અનેક નેતાઓએ જેલવાસના સમયનો સદુપયોગ કરીને આઝાદી સંગ્રામ માટે કેપેસિટી બિલ્ડીંગ કર્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યની અનેક એવી જેલો છે જેનો ઐતિહાસિક ઇતિહાસ જાણવા કોઈ ચોક્કસ પુસ્તક ગુજરાતમાં નહોતું જે તમામ બાબતો માહિતી પુસ્તકમાં સમવવામાં આવી છે.
ઘ જેલ પુસ્તકમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ગામડે-ગામડે, નેસડે-નેસડે ફરીની લોકકથાઓ-લોકસાહિત્યનું પૃથ્થકરણ કરીને એકત્ર કર્યા હતા તે જ પરિપાટીએ જેલની વાતોમાં પણ ઇતિહાસ રોમાંચને ઊજાગર કરવાન વાતોને પુસ્તક સ્વરૂપે વધુ સંકલીત કરીને લોકો સમક્ષ મુકાય છે. એટલું જ નહીં જેલોના વાતાવરણ, જેલર અને જેલ સ્ટાફની કામગીરીને વધુ સમાજાેપયોગી બનાવવામાં નવી દિશા પણ પુસ્તકમાંથી મળશે.SSS