જેલમાં આયુર્વેદિક શીરપની આડમાં દારૂ બનાવવાનું ષડયંત્ર રચાયુ હતું
આયુર્વેદિક સીરપની આડમાં દારૂ બનાવવાનો સૂત્રધાર અને મહિલા ઝડપાઈ
વડોદરા, અહીંના સાંકરદા ખાતે દુર્ગા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી આયુર્વેદિક શીરપના ઓઠા હેઠળ દારૂ બનાવવાની પકડાયેલી ફેકટરી સાથે સંડોવાયેલા મુખ્ય સુત્રધાર નિતીન કોટવાણી અને તૃપ્તી પંચાલને પોલીસે ઝડપી લીધા હતાં.
આયુર્વેદિક શીરપની આડમાં દારૂ વેચવાનું કૌભાંડ પકડાયું હતું.
બાદમાં સયાજીપુરા અને ગોરવાના ગોડાઉન પર પીસીબીની ટીમે છાપો મારીને રૂ. એક કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દુર્ગા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી શીરપની આડમાં દારૂ બનાવની ફેકટરી પકડી પાડી હતી. આ ગુનામાં સંડોવાયેલા સુત્રધાર નીતિન કોટવાણી અને તૃપ્તી પંચાલને પોલીસે ઝડપી લીધા હતાં.
પોલીસની પુછપરછ અને તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે, એપ્રિલ ર૦ર૧મા નકલી સેનેટાઈઝરના કેસમાં નીતિન કોટવાણીની ધરપકડ થઈ હતી તેને વડોદરાની જેલમાં રાખવામાં આવ્યો હતો તેનો જેલમાં દારૂના ગુનામાં પકડાયેલા ભજનલાલ ભુરારામ બિશ્નોઈ અને હનુમાન ભક્તારામ બિશ્નોનો સંપર્ક થયો હતો
એ ત્રણેયે જેલમાં આયુર્વેદિક શીરપની આડમાં દારૂ બનાવવાની વાત કીર હતી. જેલમાંથી છુટ્યા બાદ આ ષડયંત્રને પાર પાડવામાં આવ્યું હતું. શીરપની આડમાં દારૂ બનાવીને સમગ્ર ગુજરાતમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. આ ગુનામાં સંડોવાયેલા સુનિલ પરિયાણી અને ભાવેશ સેવાકાણીએ આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે
તેની અરજી નામંજુર કરવા પોલીસે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. હાલમાં પોલીસે નીતિન કોટવાણી અને તૃપ્તી પંચાલને સાથે રાખીને જુદી જુદી જગ્યાએ તપાસ હાથ ધરી છે અને તેની સાથે અન્ય કોણ કોણ અને કઈ રીતે સંડોવાયેલ છે? આડકતરી રીતે કોણે મદદગારી કરી છે ? તેની તપાસ ચાલી રહી છે.