જેલમાં બંધ તમામ વ્યક્તિઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સોમવારે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે જેલમાં બંધ તમામ વ્યક્તિઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
આમ આદમી પાર્ટી ના ભૂતપૂર્વ કાઉન્સિલર હુસૈનને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા ૫ ફેબ્›આરીના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મુસ્તફાબાદથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તાહિર હુસૈનની વચગાળાની જામીનની અરજી પર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પંકજ મિત્તલે કહ્યું હતું કે જેલમાં રહેલા આવા તમામ વ્યક્તિઓને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવા જોઈએ.
તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટે હુસૈનને ઉમેદવારી નોંધાવવા માટે પેરોલ મંજૂર કર્યા હતા.જસ્ટિસ મિત્તલે ટિપ્પણી કરતા કહ્યું હતું કે જેલમાં બેસીને ચૂંટણી જીતવી સરળ છે.
ખરેખર, આ બધા લોકોને પ્રતિબંધિત કરવા જોઈએ. આ અંગે તાહિરના વકીલ અગ્રવાલે દલીલ કરી હતી કે આ એક વાસ્તવિક કેસ છે અને તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું છે. આ પછી સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના કેસને મંગળવાર માટેની સૂચીમાં સામેલ કરાયો હતો.SS1MS