જેસલમેરમાં પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ISIને ભારતીય લશ્કરની આપતો હતો માહિતી

જેસલમેર, રાજસ્થાન પોલીસે જેસલમેર વિસ્તારમાં એક પાકિસ્તાની જાસૂસને ઝડપી લીધો હતો. એને સપડાવવા રાજસ્થાન પોલીસની ક્રાઇમ બ્રાન્ચ લાંબા સમયથી પ્લાન કરી રહ ીહતી.
આરોપીનો ઓળખાણ જેસલમેરના લાઠી ગામના રહેવાસી સત્યનારાયણ પાલીવાલ તરીકે કરાવવામાં આવી હતી. એ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇને ભારતીય લશ્કરની માહિતી પહોંચા઼ડતો હતો એમ પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું.
રાજસ્થાન પોલીસની સ્પેશિયલ (ક્રાઇમ ) બ્રાન્ચના પ્રવક્તાએ કહ્યું કે સત્યનારાયણ પાલીવાલ છેલ્લા ઘણા સમયથી અમારી નજરમાં આવી ગયો હતો, અમે યોગ્ય સમયની વાટ જોઇ રહ્યા હતા જ્યારે એને પુરાવા સહિત પકડી શકાય. એ જેસલમેરના લાઠી ગામનો રહેવાસી છે. સત્યનારાયણ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના એક એજન્ટના સંપર્કમાં હતો. ભારતીય લશ્કરની સંવેદનાત્મક માહિતી એ આ એજન્ટ દ્વારા આઇએસઆઇને મોકલતો હતો.
રવિવારે એને ઝડપી લેવાયો હતો. ઓફિશ્યલ સિક્રેટ ઇન્ફ્રમેશન એક્ટ હેઠળ એની ધરપકડ કરાઇ હતી. રાજસ્થાન પોલીસના એડિશનલ પોલીસ કમિશનર (ઇન્ટેલિજન્સ) ઉમેશ મિશ્રાએ કહ્યું કે એના મોબાઇલ ફોનમાંથી ભારતીય લશ્કરના કેટલાક દસ્તાવેજોની નકલ મળી આી હતી. હવે કેન્દ્રીય ગુપ્તચર અધિકારીઓ એની વધુ પૂછપરછ કરશે.