Western Times News

Gujarati News

જેસીઆઈ વીક ૨૦૧૯ અંતર્ગત જેસીઆઈ ઝઘડિયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ) ભરૂચ, જેસીઆઈ વીક ૨૦૧૯ અંતર્ગત જેસીઆઈ અંકલેશ્વર અને ઝઘડિયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.ઝઘડિયા એપીએમસી ખાતે અલગ અલગ પ્રકારના વૃક્ષ રોપવામાં આવ્યા હતા.આ પ્રસંગે જેસીઆઈ સુરત,અંકલેશ્વર તેમજ ઝઘડિયા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.સુરતથી ઝોન ઓફિસર દિવ્યાંગભાઇ તથા અંકલેશ્વર જેસીઆઈ પ્રમુખ ચિત્રાંગભાઇ સાવલિયા,હસમુખભાઈ ચોવટીયા સહીત ઝઘડિયાના માજી સરપંચ ગજેન્દ્રસિંહ પરમાર,જેસીઆઈ ઝઘડિયાના પ્રમુખ જયશીલ પટેલ, ઉપપ્રમુખ વિશાલ પટેલ, સેક્રેટરી આનંદ પટેલ અને જેસી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન પરિસ્થિતિમાં જો મનુષ્યને પ્રદુષિત થઇ રહેલ હવામાનમાંથી જો કોઈ બચાવી શકે તો એક માત્ર વૃક્ષ જ છે.પૃથ્વી પર જેટલી હરિયાળી હશે એટલા જીવો સ્વસ્થ રહેશે.વૃક્ષ જ આપણને જીવનદાન આપી શકશે એવા શુભ આશયથી જેસીઆઈ દ્વારા જેસીઆઈ વીક ની ઉજવણી કરીરહ્યું છે.આ વીક દરમિયાન જેસીઆઈ દ્વારા વિવિધ ગામો,શહેરોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.આવોજ એક કાર્યક્રમ જેસીઆઈ અંકલેશ્વરના સહયોગથી જેસીઆઈ ઝઘડિયા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ ગતરોજ આયોજન કરવામાં આવ્યો હતો.ઝઘડિયા એપીએમસી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

એપીએમસી ખાતે અલગ અલગ પ્રકારના ૨૫ થી વધુ વૃક્ષોના બે થી અઢી વર્ષના મોટા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે સુરતથી ઝોન ઓફિસર દિવ્યાંગભાઈ તથા અંકલેશ્વર જેસીઆઈ પ્રમુખ ચિત્રાંગભાઇ સાવલિયા,હસમુખભાઈ ચોવટીયા સહીત ઝઘડિયાના માજી સરપંચ ગજેન્દ્રસિંહ પરમાર,જેસીઆઈ ઝઘડિયાના પ્રમુખ જયશીલ પટેલ,ઉપપ્રમુખ વિશાલ પટેલ,સેક્રેટરી આનંદ પટેલ અને જેસી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જેસીઆઈ ઝઘડિયા દ્વારા ઝઘડિયાની મહાલક્ષ્મીની વાડી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.