જે.એસ.મહેતા હાઈસ્કૂલ ઉ.પ્રાથમિક વિભાગમાં ઈનામ વિતરણ અને તિથી ભોજનનો કાર્યક્રમ યોજાયો

શ્રી ધનસુરા કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.એસ.મહેતા હાઈસ્કૂલ ઉ.પ્રાથમિક વિભાગમાં આજ રોજ ઈનામ વિતરણ અને તિથી ભોજનનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કેળવણી મંડળ ના પ્રમુખશ્રી કે.એસ.પટેલ ટ્રસ્ટી શ્રી મોતીભાઈ પટેલ અને મંડળ ના અન્ય હોદ્દેદારો શ્રી હાજર હાજર રહી બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.આ સાથે તિથી ભોજન પણ રાખવામાં આવ્યું હતું.આ તિથી ભોજનના દાતા તરીકે શાળા નો સ્ટાફ પરિવાર તથા શિક્ષણવિદ્ શ્રી એચ.એમ.પટેલ સાહેબ અને આચાર્ય વિદ્યાબેન પટેલ નો કેળવણી મંડળ એ આભાર વ્યક્ત કર્યો હતો.અને આવા ઉમદા કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.