Western Times News

Gujarati News

જે ઘરમાં પુસ્તક ન હોય ત્યાં દીકરી નહીં આપવા હાકલ કરવામાં આવી

પ્રતિકાત્મક

કાંકરેજ, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ગ્રંથાલયની સેવાઓને લોકો દ્વારા વધુને વધુ ઉપયોગી થાય તે હેતુથી સરકારી પુસ્તકાલય શિહોરી દ્વારા રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ તથા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ઉજવણીના ભાગરૂપે પુસ્તકાલય પ્રદર્શન તથા ચર્ચા ગોષ્ઠિ તેમજ જુના સામયિકનું વેચાણ પ્રદર્શનનું આયોજન થયું હતું.

ગ્રંથાલય સપ્તાહનો પ્રારંભ બરોડા ગ્રામીણ બેંકના મેનેજર જાેષી આરોગ્ય કર્મચારી અશોકભાઈ ચૌધરી શિક્ષક પથુભા તથા રઘુભાઈ વકીલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

મદદનીશ ગ્રંથપાલ રઘુભાઈ પટેલે આ પ્રસંગે જણાવેલ કે માહિતી ઘટસ્ફોટના યુગમાં માહિતીનો દિન પ્રતિદિન એટલો બધો ઉદ્‌ભવ થઈ રહ્યો છે કે તેને કોઈ એક જગ્યાએ સંગ્રહ કરવી નીત નવીન રાખવી એક પડકાર છે ગ્રંથાલય એક એવું માધ્યમ છે કે માહિતીને એકત્રિત કરે તેનું પૃથક્કરણ અને તેને કોઈ યોગ્ય સ્વરૂપમાં કરે અને સંગ્રહિત કરે છે અને માહિતીની ફરી જ્યારે જરૂર પડે ત્યારે તે ઉપભોક્તાને જરૂરિયાત મુજબ ઉપલબ્ધ કરાવી આપે છે.

વાંચે તે વિચાર અને આચરે તે વિકસે, ગ્રંથ બતાવો પંથ અને ગ્રંથિ છૂટે… એ ઉક્તિને સાર્થક કરવા ગ્રંથાલયનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત શિક્ષક પથુભાએ જણાવેલ કે ઘરમાં પુસ્તક ન હોય ત્યાં દીકરી આપવી નહીં કારણ કે પુસ્તક થકી જ સંસ્કારોનું સિંચન થાય છે.

બેન્ક મેનેજરે જણાવેલ કે જીવનમાં ઉપયોગી થાય તેવા પુસ્તકોનું વાંચન કરવું તેમજ આરોગ્ય કર્મચારી અશોકભાઈ ચૌધરીએ જણાવેલ કે આરોગ્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતાં પુસ્તકોનો કેવી રીતે ઉપયોગ કરવો અને સફળતા કેવી રીતે મેળવવી એ વિષે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.