જે જમીનને લઈને ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો તે ૨૦૧૧માં સપા નેતાએ ૨ કરોડમાં ખરીદી હતી
લખનૌ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ખરીદવામાં આવેલી જમીનમાં કૌભાંડને લઈને તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.જાણવા મળ્યું કે ૧૦૦ બિસ્વા (આશરે ૩ એકર) જમીનને લઈને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે, તેને ૨૦૧૧માં સમાજવાદી પાર્ટીના નેતા સુલતાન અંસારીએ બે કરોડ રૂપિયામાં ખરીદી હતી. સુલતાને પોતે જ તેને રામ મંદિર ટ્રસ્ટને ૧૮.૫ કરોડમાં વેચી છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર પૂર્વ મંત્રી તેજ નારાયણ પાંડે ‘પવન’ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે સુલતાનના ખૂબ સારા સંબંધ છે.
આ બાબતમાં પૂર્વ મંત્રી તેજ નારાયણ પાંડે સાથે વાત કરી તો તેમણે જણાવ્યુ હતું કે આ આરોપ તથ્યોના આધાર પર લગાવવામાં આવ્યા છે, ન કે સુલતાન અન્સારીના કહેવા પર. પાંડેએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં રામ મંદિર જમીનને લઈને ૫૦ થી વધુ રજીસ્ટ્રી થઈ છે. દરેકની તપાસ થવી જાેઈએ. ત્યારે સ્પષ્ટ થઈ જશે કે મારા આરોપ સાચા છે કે નહીં.
૨૦૧૧માં સુલતાને ૨ કરોડ રૂપિયામાં જમીન એગ્રીમેન્ટ પર ખરીદી હતી, ટ્રસ્ટને વેચતા પહેલા જૂની કિંમત ચૂકવીને પોતાના નામે સરકારી દસ્તાવેજ કર્યો હતો. બાદમાં ૧૮ કરોડ રૂપિયામાં રામ મંદિર ટ્રસ્ટને વેચી દીધી. જેનો અર્થ સ્પષ્ટ છે કે જમીનની કિંમત ૨ કરોડથી ૧૮.૫ કરોડ ૧૦ મિનિટમાં નહીં પરંતુ ૧૦ વર્ષમાં થઈ છે.કેન્દ્ર સરકારે રામ મંદિર ટ્રસ્ટને ૭૦ એકર જમીન મંદિર માટે આપી છે. આ જમીન કેન્દ્ર સરકારે હસ્તગત કરી હતી. ટ્રસ્ટે મંદિરના વિસ્તારનો પ્લાન બનાવ્યો. નક્કી કરવામાં આવ્યું કે મંદિર પરિસરનો વિસ્તાર ૧૦૮ એકરનો હશે. આ માટે ટ્રસ્ટે મંદિરની આસપાસની જમીન ખરીદવાઉ શરૂ કરી દીધું.
મંદિરની આસપાસ ૭૦ એકર જમીન શરીદવાની શરૂ થઈ,બાગ બીજેસીની જે જમીન ખરીદી બાબતે ટ્રસ્ટ પર સવાલ ઉઠ્યા તે ૨૦૧૦ની પહેલા પ્રોપર્ટી ડીલર ફિરોઝ ખાનના નામે હતી. ફિરોઝે ૨૦૧૦માં જ ૧૮૦ બિસ્વા જમીન બબુલ પાઠકને વેચી દીધી હતી.બબલૂ પાઠકે ૨૦૧૧માં તેમાથી ૧૦૦ બિસ્વા જમીનનો એગ્રીમેન્ટ બે કરોડ રૂપિયામાં ઈરફાન ખાન ઉર્ફે નન્હે મિયાં સાથે કર્યો હતો. ત્યારે એડવાન્સ તરીકે નન્હેએ બબલૂને ૧૦ લાખ રૂપિયા આપ્યા હતા.નન્હેનો પુત્ર સુલતાન અન્સારી અને બબલૂ પાઠક વચ્ચે સારી મિત્રતા છે.જાે કે એક એગ્રીમેન્ટત્રણ વર્ષ માટેનો હોય છે.
માટે બબલુએ ૨૦૧૫માં ફરીથી તે જ જમીન નન્હેના પુત્ર સુલતાન અન્સારીના નામે કરી દીધી હતી. આ પ્રકારે ૨૦૧૧થી લઈને ૨૦૨૦ સુધી સુલતાન દર ત્રણ વર્ષમાં પોતાના પરિવારના જુદા-જુદા સભ્યોના નામે તેનો એગ્રીમેન્ટ કરતો રહ્યો.જમીન બાબતે બબલુ અને સુલતાન વચ્ચે સારી સમજૂતી રહી. બબલુએ ક્યારેય પણ જમીનના બાકી રૂપિયા માટે દબાણ કર્યું ન હતું.,જ્યારે રામ મંદિર ટ્રસ્ટને જમીનની જરૂર પડી તો ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બબલુ અને સુલતાન બંનેનો સંપર્ક કર્યો. માર્ચ ૨૦૨૧માં ચંપત રાયે બાબલૂને ૮૦ બિસ્વા જમીન ૮ કરોડ રૂપિયામાં ખરીદી લીધી. બાકી ૧૦૦ બિસ્વા જમીન સુલતાન પાસેથી ૧૮.૫ કરોડ રૂપિયામાં ખરીદી.ટ્રસ્ટના નામે જમીન કરતાં પહેલા સુલતાને બબલુ પાઠકને ૧૦૦ બિસ્વા જમીનની બાકીની રકમ એટલે કે ૧.૯૦ કરોડ રૂપિયા આપીને દસ્તાવેજ કરી લીધો.
જાે કે જમીનની કિંમતને લઈને બંને વચ્ચે પહેલા જ એગ્રીમેન્ટ થઈ ચૂક્યો હતો એટલા માટે સુલતાને બે કરોડ રૂપિયા જ આપવા પડ્યા. ટ્રસ્ટના નામે જમીન કરતાં પહેલા સુલતાને બબલુ પાઠકને ૧૦૦ બિસ્વા જમીનની બાકીની રકમ એટલે કે ૧.૯૦ કરોડ રૂપિયા આપીને દસ્તાવેજ કરી લીધો. જાે કે જમીનની કિંમતને લઈને બંને વચ્ચે પહેલા જ એગ્રીમેન્ટ થઈ ચૂક્યો હતો એટલા માટે સુલતાને બે કરોડ રૂપિયા જ આપવા પડ્યા.દસ્તાવેજ કરાવ્યા બાદ સુલતાને જે જમીન ૨ કરોડ રૂપિયામાં ખરીદી હતી તેને ટ્રસ્ટને ૧૮.૫ કરોડ રૂપિયામાં વેચી દીધી.
રામ મંદિરના પક્ષમાં ચુકાદો આવતા જ અયોધ્યામાં જમીનોના ભાવ ઝડપથી વધી ગયા હતા. હાલમાં જીલ્લામાં ૨૦ લાખથી ૫૦ લાખ બિસ્વા જમીનનો ભાવ છે. ઉત્તરપ્રદેશ સરકાર પણ અંકે યોજનાઓ માટે ભૂમિ હસ્તગત કરી રહી છે. આ કારણે પણ જમીનના ભાવમાં વધારો થયો છે. અનેક વેપારીઓ અયોધ્યામાં હોટલ, મોલ અને માર્કેટ કોળવા માટે જમીનની ખરીદી રહ્યા છે. અનેક પ્રકારના ઉદ્યોગો પણ લાગવાઈ રહ્યા છે.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિર નિર્માણ માટે ખરીદી કરેલી જમીન અંગે કૌભાંડના આરોપો પર વિવાદ વધી રહ્યો છે. બે કરોડની જમીનને ૧૮.૫ કરોડમાં ખરીદીને લઈને હવે ટ્રસ્ટના સભ્યો સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યારે, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે જાે આરોપો સાબિત થશે તો દોષી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે ફરી એકવાર આ આરોપોને ભ્રામક ગણાવ્યા છે. તેણે સમાચાર એજન્સીને કહ્યું, “જે લોકો અમારા પર આરોપ લગાવી રહ્યા છે તેઓએ અમારી સાથે વાત કરવાની તસ્દી લીધી ન હતી. બધા આરોપો ભ્રામક છે અને લોકોએ તેમનો શિકાર બનવાથી બચવું જાેઈએ. તેમણે (આરોપ લગાવનારા) મંદિરના નિર્માણના કામને સમયસર પૂર્ણ કરવા માટે સહકાર આપવો જાેઈએ.
કેશવપ્રસાદ મૌર્યએ જમીન વિવાદને લઈને મંગળવારે ત્રણ ટિ્વટ કર્યા હતા અને આ કૌભાંડનો આરોપ લગાવનારાઓને રામદ્રોહી ગણાવ્યા હતા. તેમણે ટિ્વટ કરીને કહ્યું હતું કે “રામલલાના ભવ્ય મંદિરનું નિર્માણ રામ દ્રોહીઓ દ્વારા સહન કરવામાં આવતું નથી.” પછીનાં ટ્વીટમાં તેમણે લખ્યું કે “રામ ભક્તોને રામના વિરોધીઓ ઉપદેશ ન આપે.” આ પહેલા સોમવારે કેશવ મોર્યએ કહ્યું હતું કે જાે આરોપો સાચા સાબિત થશે તો દોષીતોને છોડવામાં નહીં આવે. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે જેમના હાથ રામ ભક્તોના લોહીથી રંગાયેલા છે, તેમણે સલાહ આપવાની જરૂર નથી.