જે જ્યાં છે ત્યાં રહે એ સારું છે : અભિનેતા સોનુ સુદ
મુંબઈ: બોલિવુડ એક્ટર સોનુ સૂદે કોરોના મહામારીના સંકટમાં સમયમાં લોકોની કરેલી મદદને જાેતા રાખી સાવંતે તેમને દેશના વડાપ્રધાન બનાવવાની અપીલ કરી હતી. હવે તેના પર સોનુ સૂદે પ્રતિક્રિયા આપી છે. એક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે ચૂંટણી લડવા ઈચ્છશે? તેના પર તેણે વિનમ્રતાથી કહ્યું કે, ‘હું માણસ રહું એ જ સારું છે. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. તેમાં તમે જાેઈ શકો છો કે, સોનુ સૂદે લોકોને જ્યૂસ પીવડાવ્યો હતો.
આ દરમિયાન ઘણા લોકોએ કહ્યું કે, સોનુ સૂદને વડાપ્રધાન બનાવી દેવો જાેઈએ. તેના પર તે કહે છે કે, ‘જે જ્યાં છે તે ત્યાં બરાબર છે. સામાન્ય માણસ જ રહું એ સારું છે. તમારા લોકોની સાથે તો ઊભો છું. ઉલ્લેખનીય છે કે, રાખી સાવંતે કહ્યું હતું કે, ‘હું તો કહું છું કે, સોનુ સૂદ કે સલમાન ખાનને આ દેશના વડાપ્રધાન બનાવી દેવા જાેઈએ, કેમકે અસલી હીરો તો એ જ છે. સોનુ સૂદ, સલમાન ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન દેશના લોકોને કેટલો પ્રેમ કરે છે.’ આ પહેલા એક્ટર વીર દાસે સોનુ સૂદને પીએમ બનાવવાની વાત કરી હતી.
ભારતમાં કોરોના વાયરસ ફેલાયો ત્યારથી સોનુ સૂદ સતત લોકોની મદદ કરી દિલ જીતી રહ્યો છે. તેણે કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને ઘરે પહોંચવામાં મદદ કરી હતી. તે સાથે જ સોનૂએ ઘણા લોકોને નોકરી શોધી આપવાથી લઈને ભોજન અને મેડિકલની વ્યવસ્થા કરવામાં મદદ કરી છે.
સોનુ સૂદે એક દિવસમાં મળતી રિક્વેસ્ટને લઈને એક ટ્વીટ કરી હતી, ‘ગઈકાલે મને ૪૧,૬૬૦ લોકોની મદદની રિક્વેસ્ટ આવી. અમે બધાની મદદ કરવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ, છતાં અમે બધાની મદદ નથી કરી શકતા. જાે હું બધાની મદદ કરવાનો પ્રયાસ કરું તો મને એવું કરવામાં ૧૪ વર્ષ લાગી જશે. તેનો અર્થ છે કે, વર્ષ ૨૦૩૫ સુધીમાં થઈ શકશે.