Western Times News

Gujarati News

જે થાળીમાં ખાવ છો તેમાં જ તમે લોકો થૂંકો છો : જયા

નવી દિલ્હી: રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને કંગના રણૌતનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું છે. બચ્ચને જણાવ્યું કે, જે લોકોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નામ કમાયું, તે હવે તેને ગટર ગણાવી રહ્યા છે. હું આનાથી બિલકુલ સહમત નથી. તેમણે સંસદમાં રજૂઆત કરતા જણાવ્યું કે સરકાર આવા લોકોને આ પ્રકારની ભાષાનો પ્રયોગ ના કરવા જણાવે. સપાના સાંસદ જયા બચ્ચને જણાવ્યું કે આવા લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. બચ્ચને વધુમાં ઉમેર્યું કે મનોરંજન ઉદ્યોગ દૈનિક ધોરણે પ્રત્યક્ષ રીતે ૫ લાખ લોકોને રોજગાર પુરો પાડે છે. પ્રવર્તમાન સમયે અર્થતંત્રની સ્થિતિ અત્યંત કથળેલી છે, ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે અમને (બોલીવૂડ)ને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. જયા બચ્ચને કહ્યું કે, આ લોકો જે થાળીમાં ખાય છે


તેમાં જ થૂંકી રહ્યા છે. કંગનાએ ૨૬ ઓગસ્ટના એક ટ્‌વીટ કરીને વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરતા જણાવ્યું હતું કે, જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો બોલીવૂડની તપાસ કરશે તો પ્રથમ હરોળના કેટલાય સ્ટાર્સ જેલમાં ધકેલાઈ શકે છે. બ્લડ ટેસ્ટ કરાવવામાં આવશે તો કેટલાક ચોંકવાનારા તથ્યો સામે આવશે. આશા છે કે વડાપ્રધાન મોદી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બોલીવૂડ જેવી ગટરને પણ સાફ કરશે. પીઢ અભિનેત્રી જયા બચ્ચેને જણાવ્યું કે, મનોરંજન ઉદ્યોગમાં કેટલાય એવા લોકો છે જે સૌથી વધુ ટેક્સ ભરે છે. તેમ છતા તેમને હેરાન કરવામાં આવે છે. અમારી ઈન્ડસ્ટ્રીને અનેક વચનો આપવામાં આવે છે પરંતુ તે પૂરા નથી કરાતા.

તેમણે જણાવ્યું કે સરકારે મનોરંજન ઉદ્યોગ સાથે ઊભા રહેવું જોઈએ કારણ કે આ ઉદ્યોગ દર વખતે સરકારની મદદ માટે આગળ આવે છે. સરકારે આ ઉદ્યોગનો હાથ પકડવો જોઈએ કારણ કે કેટલાક લોકો (ખરાબ)ને લીધે તમે સમગ્ર ઉદ્યોગની શાખ ખરાબ ના કરી શકો. આ ઈન્ડસ્ટ્રી આંતરાષ્ટ્રી સ્તરે દેશને સમ્માન અપાવે છે. રવિ કિશનનું નામ લીધા વગર તેમણે જણાવ્યું કે, ગઈકાલે એક સાસંદ ઈન્ડસ્ટ્રીની વિરુદ્ધ બોલ્યા તેનાથી હું શરમ અનુભવું છું. તેઓ પણ આ જ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે અને જે થાળીમાં ખાય છે તેમાં જ કાણું પાડી રહ્યા છે. આ તદ્દન ખોટી વાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.