જે દેશોમાં કેસ ઘટ્યા ત્યાં ફરીથી કોરોના ત્રાટકી શકે છેઃ WHO

જિનેવા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ફરી એકવાર સોમવારે કોરોના સંક્રમણ સંબંધિત નવી ચેતવણી જાહેર કરી છે.ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે ચીન , યૂરોપ અને હવે અમેરિકામાં સંક્રમણના મામલામાં ઘટાડો નોંધાયો છે પરંતુ સતત દુનિયાભરખના વૈજ્ઞાનિક ‘સેકન્ડ વેવ’નો ખતરો જણાવી રહ્યા છે. WHO મુજબ જો દુનિયાને ‘સેકન્ડ વેવ’નો સામનો ન પણ કરવો પડે પણ કેટલાક દેશ એવા છે જ્યાં ફરીથી સંક્રમણના કેસ વધશે અને ‘સેકન્ડ પીક’ આવવાની આશંકા છે.
ડબ્લ્યુએચઓના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના ડાયરેક્ટર ડાક્ટર રેયાને જણાવ્યું કે, હલા દુનિયા કોરોના સંક્રમણના ફર્સ્ટ વેવના એકદમ મધ્યમાં છે અને અહીંથી દુનિયાના મોટાભાગના વિસ્તારમાં તેના કેસોમાં ઘટાડો આવવા લાગશે. જોકે તેઓએ કહ્યું કે હજુ થોડા દિવસો સુધી કેસોમાં વધારો થતો રહેશે અને એશિયા-આફ્રિકામાં કેસ વધુ રહેશે.
નોંધનીય છે કે, કોરોના સંક્રમણના મામલામાં એક એવું સ્તર આવે છે જ્યાં સૌથી વધુ નવા કેસ અને મોતના આંકડા નોંધાય છે, તેને જ પીક કહેવામાં આવે છે. હવે ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે ફર્સ્ટ વેવની અંદર જ સેકન્ડ પીક આવવાની આશંકા બનેલી છે. રેયાને જણાવ્યું કે તે સમય ક્યારે પણ આવી શકે છે જ્યારે ફરીથી દુનિયાભરમાં કેસ વધવા લાગે અને તેમાં કેટલાક એવા દેશ સામેલ હશે જ્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે હજુ સુધી સેકન્ડ વેવને લઈ આશંકાઓ ઓછી છે પરંતુ કેસ વધશે તેનો ઈશારો ઘણે અંશે મળી રહ્યો છે. ઠંડીમાં વધશે પ્રકોપરેયાને કહ્યું કે, વરસાદ અને ઠંડી સામાન્ય રીતે સંક્રમણને વધુ અનુકૂળ હોય છે, એવામાં આ દરમિયાન કોરોના સંક્રમણ માટે પણ ફરીથી નવી જમીન તૈયાર થઈ જશે.