જે મહિલાની હત્યાના આરોપમાં બે યુવકો બે વર્ષથી જેલમાં હતા, તે મહિલા ગુજરાતમાં ફરતી હતી
નવી દિલ્હી, રાજસ્થાનના મેરઠમાં પોલીસનો એક મોટો છબરડો સામે વ્યો છે. મેરઠમાં પોલીસે હત્યા અને અપહરણના આરોપમાં બે યુવકોને બે વર્ષથી જેલમાં બંધ કર્યા છે. આ બંને યુવકો બે વર્ષથી કેદી તરીકે સજા કાપી રહ્યા છે. ત્યારે હવે ચોંકાવનારી વાત સામે આવી છે કે જે મહિલાના અરપહરણ અને હત્યાની તેઓ સજા કાપી રહ્યા છે તે મહિલા તો ગુજરાતમાં હતી. જ્યાંથી પોલીસને તે જીવતી મળી છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે કરેલી તપાસ પર સવાલો ઉઠ્યા છે.
મેરઠના મુલ્તાનનગરમાં રહેતી એક મહિલા 2018ના વર્ષમાં ગાયબ થઇ હતી. ત્યારબાદ તેના પિયરના લોકોએ મહિલાના પતિ અને તેના સંબંધીઓ ઉપર અપહરણનો આરોપ લગાવ્યો હતો. મહિલાના પિયરના લોકોએ પોલીસમાં તેના પતિ અને બં સંબંધીઓ ઓમ પ્રકાશ અને સચિન સામે નામજોગ ફરિયાદ પમ કરી હતી. પોલીસે આ બંને યુવાનોને 2019ના વર્ષમાં જ જેલ મોકલી દીધા હતા, જ્યારે તેનો પતિ ત્યારથી ફરાર છે.
જ્યારે મહિલાના પરિજનોએ હત્યાનો આરોપ લગાવ્યો હતો ત્યાર બાદ પોલીસે તેની તપાસ કરી હતી. જે દરમિયાન પોલીસને હત્યા કે અપહરણના કોઇ સબૂત મળ્યા નહોતા. ત્યારબાદ પોલીસ પાસે કોઇ રસ્તો નહોતો એટલે તેણે બંને યુવકોને જેલમાં ધકેલી દીધા. આ યુવકની જમાનત માટે ઘણા પ્રયાસો થયા પરંતુ તેમને જમાનત ના મળી.
આ બંને યુવક જ્યારે જેલમાં એવા અપરાધની સજા કાપતા હતા જે તેમણે કર્યો જ નહોતો, જ્યારે તે મહિલા ગુજરાતમાં ફરતી હતી. હકીકતમાં આ મહિલાના અન્ય એક યુવક સાથે પ્રેમ હતો. જેના કારણે તેના પતિ અને સબંધીઓએ વિરોધ કર્યો. ત્યારબાદ મહિલાએ આ લોકોને સબક શીખવવાનું નક્કી કર્યુ અને પોતાના પરિજનો સાથે આ પ્લાન બનાવ્યો.
આ આખો કેસ હાઇકોર્ટ પહોંચ્યા બાદ આ ખુલાસા થયા છે. હાઇકોર્ટે પોલીસને પુછ્યું કે તેમને હત્યા થેયેલી હાલતમાં મહિવલાનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે પોલીસે ના પાડી તો કોર્ટે પોલીસને આદેશ આપ્યો કે તો મહિલાને જીવિત કે મૃત હાલતમાં શોધવામાં આવે. ત્યારબાદ પોલીસે મહિલાને ગુજરાતના સુરતમાંથી પકડી છે.