જે યુદ્ધમાં છે તે બંને દેશ સાથે ભારતના સંબંધ છે આથી કોઇનો પક્ષ ન લીધો: નરેન્દ્ર મોદી
નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે એ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને પક્ષોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
પીએમ મોદીએ બંને પક્ષો સાથે વાતચીત દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરીને જણાવ્યુ કે આખરે કેમ ભારતે આ સમગ્ર મુદ્દે કોઈનો પક્ષ ના લીધો. પીએમ મોદીએ કહ્યુ કે ભારતને બંને દેશ સાથે સંબંધ છે જે યુદ્ધમાં છે, આર્થિક રીતે, સુરક્ષા, શિક્ષણ અને રાજકીય આ બધા ક્ષેત્રોમાં ભારતને બંને દેશો સાથે સંબંધ છે.
પીએમ મોદીએ ચાર રાજ્યોમાં ભાજપની જીત બાદ ભાષણ દરમિયાન આ વાત કહી. યુક્રેન-રશિયા વિવાદમાં ભારત આખરે કેમ ન્યૂટ્રલ વલણ અપનાવતુ રહ્યુ તેના પર પીએમ મોદીએ કહ્યુ કે આ યુદ્ધ લગભગ દુનિયાના દરેક દેશને પ્રભાવિત કરી રહ્યુ છે.
ભારત એક તરફ જ્યાં શાંતિની અપીલ કરી રહ્યુ છે સાથે જ આશા રાખી રહ્યુ છે કે બધા સમસ્યાઓનો ઉકેલ જલ્દી આવશે. આપણે બંને દેશો સાથે શિક્ષણ, રક્ષા, વેપાર છે. નોંધનીય વાત છે કે આ પહેલા ભારતે યુએનમાં રશિયા સામે વોટ કરવાથી ખુદને અલગ કરી લીધુ હતુ.
એટલુ જ નહિ ભારત, યુએઈ, ચીને પણ ગયા સપ્તાહે અમેરિકાના રશિયન સેના સામે પ્રસ્તાવના સમર્થનમાં પણ વોટ નહોતો કર્યો. આ પ્રસ્તાવ સામે રશિયાએ વીટોનો ઉપયોગ કર્યો હતો.
પોતાના ભાષણમાં પીએમ મોદીએ એ લોકો પર પણ નિશાન સાધ્યુ જેમણે ઑપરેશન ગંગા પર સવાલ ઉઠાવ્યા. પીએમ મોદી કહ્યુ કે આ લોકોએ ઑપરેશન ગંગાને પણ બદનામ કરવાની કોશિશ કરી. આ લોકોએ દરેક યોજનાને સ્થાનિક અને સાંપ્રદાયિક રંગે રંગવાની કોશિશ કરી. આ ભારતના ભવિષ્યની મોટી ચિંતા છે. તમને જણાવી દઈએ કે ભારતે ૫૦ રશિયન ભાષા બોલતા અધિકારીઓની એક ટીમની રચના કરી છે જે ઑપરેશન ગંગાને અંજામ આપી રહી છે. આ ટીમની આગેવાની જાેઈન્ટ સચિવ સ્તરના અધિકારી કરી રહ્યા છે.
અત્યાર સુધી લગભગ ૨૨ હજાર લોકોને ભારત પાછા લાવવામાં આવી ચૂક્યા છે. યુપી સહિત પાંચે રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારી ઈંધણ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ પેટ્રોલ અને ડીઝલના રેટ મુજબ દિલ્લી સહિત વિવિધ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
તમને જણાવી દઈએ કે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે વિધાનસભા ચૂંટણી ખતમ થયા અને પરિણામ આવ્યા બાદ ઈંધણની કિંમતો વધી શકે છે. જાે કે, આજે આવુ કંઈ થયુ નથી.HS