જે રસી પર ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો હતો તે જ રસીનો પહેલો ડોઝ લીધો
હૈદરાબાદ: દેશમાં કોરોનાનાં કેસ ધીમે ધીમે વધી રહ્યા છે, ત્યારે તમારી સતર્કતા જ તમને આ બીમારીથી દૂર રાખવામા મદદરૂપ થઇ શકે છે. જાે કે, રાહતની વાત એ છે કે, દેશમાં કોરોનાની વેક્સિનનો કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. જે બાદ તમે કોરોનાને પોતાનાથી દૂર કરવામાં સફળ રહેશો. દેશમાં ફન્ટ લાઇન વર્કર્સ બાદ ઘણા દિગ્ગજ નેતાઓએ કોરોનાની વેક્સિન લીધી છે. હવે આજે એઆઇએમઆઇએમનાં નેતા અઅસદુદ્દીન ઓવૈસીએ કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.
આપને જણાવી દઇએ કે, આજે અસદુદ્દીન ઓવૈસીએ પણ કોરોનાવાયરસની વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને તેમણે લોકોને વહેલી તકે રસી લેવા માટે અપીલ પણ કરી છે. તેમણે આ જાણકારી પોતાના ટિ્વટર હેન્ડલ પરથી આપી છે અને લખ્યું છે કે, આ રસીનો પહેલો ડોઝ આજે લઇ લીધો છે! રસીકરણ માત્ર કોવિડ-૧૯ થી પોતાનું રક્ષણ કરવામાં જ મદદરૂપ નથી થતુ પણ તે બધા માટે જાેખમનાં પ્રમાણને ઘટાડે છે! હું દરેકને વિનંતી કરું છું કે વહેલી તકે કોઈ શેડ્યૂલ તૈયાર કરો અને પોતાને રસી અપાવો. અલ્લાહ આપણને રોગચાળાથી બચાવે!