“જે રાષ્ટ્ર પોતાના ઇતિહાસને ભૂલતું નથી, તે જીવંત રહે છે”: રાજ્યપાલ
ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન્સ (ICCR) અને ક્ષેત્રીય પાસપોર્ટ કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત સાંસ્કૃતિક સંધ્યામાં રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિ
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન્સ(ICCR) અને ક્ષેત્રીય પાસપોર્ટ કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત સાંસ્કૃતિક સંધ્યાના અવસરે ઉપસ્થિત જનસમૂહને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે , “જે રાષ્ટ્ર પોતાનો ઇતિહાસ ભૂલતું નથી, તે જીવંત રહે છે.”
રાજ્યપાલશ્રીએ આ અવસરે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલા ‘આઝાદીકા અમૃત મહોત્સવ’નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ મહોત્સવ થકી વર્તમાન પેઢી રાષ્ટ્રના ગૌરવશાળી વારસાથી પરિચિત થશે.
આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનારા નામી અનામી શહીદોની શહાદતનુ સ્મરણ પણ કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ આ અવસરે ઉપસ્થિત શ્રોતાઓ ને અખંડ, સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા માટે આહ્વાન કર્યું હતું .
આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી સાથે આ અવસરે લેડી ગવર્નર શ્રી દર્શના દેવી પણ જોડાયા હતા. રાજ્યપાલશ્રી એ આ અવસરે કલાકારો સાથે સમૂહ તસ્વીર ખેંચાવી કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ અવસરે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી હિમાંશુ પંડ્યા,અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન શહેરા,રિજનલ પાસપોર્ટ ઓફિસર શ્રી રેન મિશ્રા, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સના ક્ષેત્રીય નિર્દેશક ડૉ. જીગર ઇનામદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.