Western Times News

Gujarati News

જૈકલિન ૨૧૫ કરોડના વસૂલી કેસમાં EDએ આરોપી બનાવી

અભિનેત્રી જૈકલીન ફનાર્ન્ડિસની મુશ્કેલી વધી

ઇડીનું માનવું છે કે જૈક્લીનને પહેલાથી જ ખબર હતી કે ઠગ સુકેશ ચંદ્રશેખર એક અપરાધી અને વસૂલી કરનારો છે

મુંબઈ,
બોલિવૂડ અભિનેત્રી જૈકલીન ફનાર્ન્ડિસ અને સુકેશ ચંદ્રશેખર સાથે જાેડાયેલા મામલામાં EDએ મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં અભિનેત્રી જૈક્લીન ફનાર્ન્ડિઝને આરોપી બનાવવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ઇડીનું માનવું છે કે જૈક્લીનને પહેલાથી જ ખબર હતી કે ઠગ સુકેશ ચંદ્રશેખર એક અપરાધી અને વસૂલી કરનારો છે.

જૈક્લીનનું નામ જ્યારથી મહાઠગ સુકેશ સાથે સામે આવ્યું છે તે કાનૂનના શિકંજામાં ફસાઇ છે. ઇડીએ અભિનેત્રીને ૨૧૫ કરોડ રૂપિચાની વસૂલીના મામલામાં આરોપી બતાવી છે. જાણકારી પ્રમાણે સુકેશે જૈક્લીનને ૧૦ કરોડ રૂપિયાની કિંમતી ગિફ્ટ આપી હતી. ઇડીએ અભિનેત્રીની ૭ કરોડથી વધારે સંપત્તિ પણ અટેચ કરી છે. એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે સુકેશે જેક્લીનના પરિવારજનોને પણ મોંઘી ભેટો આપી હતી. પરિવારોને આપેલી ભેટોમાં કાર, મોંઘા સામાન સિવાય ૧.૩૨ કરોડ અને ૧૫ લાખના ફંડ્‌સ પણ સામેલ હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રી જેકલીન અને કોનમેન સુકેશ ચંદ્રશેખર વચ્ચે ગાઢ સંબંધ હતો અને તે અભિનેત્રી પર પાણીની જેમ પૈસા ખર્ચતો હતો. સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને ઇમ્પોર્ટેડ ક્રોકરી, સોના અને હીરાના દાગીના આપ્યા હતા. આ ઉપરાંત ૫૨ લાખ રૂપિયાની કિંમતનો ઘોડો અને ૯-૯ લાખની કિંમતની ૪ પર્શિયન બિલાડીઓ પણ ભેટમાં આપવામાં આવી હતી.

સુકેશે જેકલીન માટે ઘણીવાર ચાર્ટર્ડ ફ્લાઈટ્‌સ બુક કરાવી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશે અભિનેત્રી પર લગભગ ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જૈક્લીન ફર્નાન્ડીઝને ગયા વર્ષે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવી હતી. EDએ તેમની રૂ. ૭.૨૭ કરોડની સંપત્તિ જપ્ત પણ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ૨૧૫ કરોડ રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખર અને તેની સાથે સંબંધિત લોકોની પૂછપરછ કરી રહ્યું છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.