જૈન આચાર્યએ ૬૮૦૦ દિનમાં ૩૪૦૦ ઉપવાસ કર્યા
અમદાવાદ: રવિવારે જૈન આચાર્ય હંસરત્નસૂરીના ઉપવાસનો ૧૨૪મો દિવસ હતો. હાલ જૈન આચાર્ય મુંબઈના કાંદિવલી (વેસ્ટ) સ્થિત વાસુપૂજ્ય જિનાલયમાં છે. જૈન આચાર્યએ ૨૩ જૂનથી ઉપવાસ શરૂ કર્યા છે તેમ ભક્તોનું કહેવું છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે, છેલ્લા ૬૮૦૦ દિવસ અથવા ૧૮ વર્ષ અને ૬ મહિનામાં જૈન આચાર્ય હંસરત્નસૂરીએ ૯ વર્ષ અને ૩ મહિના (૩૪૦૦ દિવસ) ઉપવાસ કર્યા છે. આ બાબતે અધુકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્વેતાંબર જૈન મુનિ દ્વારા સતત ઉપવાસ કરવામાં આવ્યા હોય
આચાર્ય હંસરત્નસૂરીએ ત્રણ વખત ૧૮૦ દિવસના ઉપવાસ કર્યા, કોવિડ કાળમાં પણ દૈનિક કાર્યો ચાલુ રાખ્યા
તેવો આ દુર્લભ કિસ્સો છે. નવાઈની વાત તો એ છે કે, આપણે કોરોના સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવાની અને યોગ્ય આહાર લેવાની વાત કરી છીએ ત્યારે મહામારીના લગભગ ૭ મહિનામાં આચાર્યએ ઉપવાસ ચાલુ રાખ્યા છે. તેઓ કોવિડ-૧૯ હોટસ્પોટ ગણાતા મુંબઈમાં ફર્યા અને દૈનિક કાર્યો ચાલુ રાખ્યા હતા, તેમ જાણવા મળ્યું હતું.
આચાર્યના ભક્તોએ જણાવ્યું કે, સંન્યાસીએ અગાઉ ત્રણ વખત ૧૮૦ દિવસના ઉપવાસ કર્યા હતા. જૈન ધર્મમાં સાધુ કે સાધ્વી ૧૮૦ દિવસના ઉપવાસ કરી શકે છે તેનાથી વધુ નહીં કારણકે મહાવીર સ્વામીએ ૧૮૦ દિવસના ઉપવાસ કર્યા હતા.
જૈન આચાર્ચ હંસરત્નસૂરી ઉપવાસના ૯૬મા દિવસે ૧૦ કિલોમીટર ચાલીને ગચ્છાધિપતિ આચાર્ય રાજેન્દ્રસૂરીને મળવા ગયા હતા
ઉપવાસ દરમિયાન સૂર્યાસ્ત પહેલા સુધી માત્ર ઉકાળેલું પાણી પી શકાય છે. એક ભક્તે જણાવ્યું, ઉપવાસ દરમિયાન એક પણ દિવસ એવો નહોતો જેમાં તેમણે કોઈ પ્રવૃત્તિ ના કરી હોય. જૈન આચાર્ચ હંસરત્નસૂરી ઉપવાસના ૯૬મા દિવસે ૧૦ કિલોમીટર ચાલીને ગચ્છાધિપતિ આચાર્ય રાજેન્દ્રસૂરીને મળવા ગયા હતા.
જ્યારે આચાર્યએ ૨૦ દિવસના ઉપવાસ કરી રહેલા ૧૩ વર્ષના સાધુની પ્રશંસા કરી હતી
સાથે જ બીજા કાર્યો પણ કર્યા હતા. જ્યારે આચાર્યએ ૨૦ દિવસના ઉપવાસ કરી રહેલા ૧૩ વર્ષના સાધુની પ્રશંસા કરી હતી ત્યારથી આ સંન્યાસીની ઉપવાસની સફર શરૂ થઈ. આચાર્ય હંસરત્નસૂરીના ગુરુ અને ૨૦૧૭માં પદ્મ ભૂષણ પ્રાપ્ત કરનારા આચાર્ય રત્નસુંદર મહારાજે કહ્યું, ‘જૈન ધર્મના ઈતિહાસની આ અદ્ભૂત ઘટના છે જ્યાં કોઈ સાધુએ આટલા બધા ઉપવાસ કર્યા હોય. જ્યારે કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે ત્યારે તેના શરીરના અંગોને નુકસાન ના થાય તે મહત્વનું છે. તમામ નિયમોના પાલન સાથે ઉપવાસ થવા જોઈએ.