જૈન ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનું ઉત્કૃષ્ટ પરિણામ

(પ્રતિનિધિ) વલસાડ, જૈન ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ નું ધોરણ ૧૦ ના પ્રથમ વર્ષનું પરિણામ ૮૫.૭૧% આવેલ છે જેમાં A2 ગ્રેડમાં ચાર વિદ્યાર્થીઓ આવેલ છે. જેમાં અદિતિ દોશી ૮૭.૬૬ % પ્રથમ ક્રમ સાથે, દ્વિતીય ક્રમે પટેલ કૃપા ૮૬.૬૬% આવેલ છે. આ માટે સ્કૂલના આચાર્યશ્રી તથા સ્કૂલના શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે શાળાનું સારું પરિણામ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ આપવા બદલ તમામ વિદ્યાર્થીઓને શાળાના સંચાલક મંડળ, આચાર્યશ્રી તથા શાળાના વાલીઓ તરફથી અભિનંદન આપેલ હતા.