જૈન કલ્ચરલ ગૃપ અમદાવાદ દ્વારા 3૯મો જૈન સમૂહ લગ્નોત્સવ યોજાયો

જૈન કલ્ચરલ ગૃપ અમદાવાદ પ્રેરિત અને જેસીજી સોશીયલ સર્વિસ ટ્રસ્ટ આયોજીત તા.૨૦/૦૨/૨૦૨૨ના મંગલમય દિવસે 3૯મો જૈન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરેક માતા-પિતાનું સર્વોત્તમ સ્વપ્ન અને સંભારણું એટલે સંતાનોના લગ્ન. આ મધુર સ્વપ્ન ઉપરોક્ત કાર્યક્રમ થકી સાકાર કરવામાં આવ્યું.
આ સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાભૂતપૂર્વક પ્રમુખ અને વર્તમાન કમીટી મેબરતેમજ ઘણા સામાજીક કાર્યોમાં સક્રીય એવા શ્રી રાકેશભાઈ આર. શાહના અથાગ પ્રયત્નો અને ટ્રસ્ટીશ્રીઑ અને હોદ્દેદદારોના સહીયારા પ્રયાસથી આ શુભ મનોરથનું છેલ્લા ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ મંગલકારી સામાજીક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા અને સમાજની ગરિમાને વધુ ગૌરવશાળી અને સન્માનીય બનાવવા સમાજના શ્રેષ્ઠીઓ / આગેવાનો હાજર રહી નવદંપત્તિઓને શુભેચ્છાઓ અને આશીર્વવાદ આપ્યા હતા.
આ સંસ્થા દ્વારા આજદીન સુધી આશરે ૮૦૦ થી પણ વધારે નવદંપત્તિના શુભલગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને આ નવદંપત્તિના અને તેમના માતપિતાના આશીર્વાદથી આ શુભ સમૂહ લગ્નોત્સવ નીર્વિઘ્ન સંપન્ન થઈ રહ્યા છે.