Western Times News

Gujarati News

 જૈન સમાજના તપસ્વીઓને શુભકામના પાઠવતા મુખ્યમંત્રી

પૂજા-અર્ચના થકી સંસ્કાર સિંચન થાય છે-જૈનોમાં તપની આરાધનાની વિશેષતા હોય છે

અમદાવાદ જૈન તીર્થ ખાતે શ્રીમતી રેખાબેન દિનેશ કુમારે 27 તપસ્યાના અનુમોદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીએ શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જૈન સમાજના તપસ્વીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે જૈનોમાં તપની આરાધનાની વિશેષતા રહી છે . જેનોના ઉપવાસ સંતોના આશીર્વાદ અને મક્કમતાથી જ પૂરા થાય છે. જૈન તપસ્યા દરમ્યાન થતા પૂજા-અર્ચનાથી નવસંસ્કાર આવે તથા સરસ્વતીની કૃપા તથા માતા પદ્માવતીની કૃપા પણ રહે છે.

શ્રી દિનેશકુમાર દીપચંદ શાહ પરિવારે મુખ્યમંત્રીશ્રીને સાલ ઓઢાડી બહુમાન કરી આવકાર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.