જૈન સાધ્વી મહારાજની “ન્યુરો 1” હોસ્પિટલ ખાતે પાર્કિન્સન્સ ડિસીઝની અધતન “DBS” સર્જરી કરવામાં આવી
અમદાવાદની ન્યુરો 1 હોસ્પિટલમાં ડૉ.કેયુર પટેલની ટીમ દ્વારા એક ૫૬ વર્ષીય જૈન સાધ્વીજી કે જેઓ છેલ્લા ૧૧ વર્ષથી પાર્કિન્સન્સ ડિસીઝ (કંપવા)ની બિમારીથી પીડાઈ રહ્યાં હતા, તેમની DBS (ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશન-Deep Brain Stimulation) નામની આધુનિક સર્જરી કરવામાં આવી. સાધ્વીજીને છેલ્લા ૩ વર્ષથી એમની નિયમીત દવાઓની અસર ઓછી થતા શરીરમાં ક્રુજારી તથા અન્ય લક્ષણો વધી ગયા હતા.
ન્યુરો 1 ના ડૉ.કેયુર પટેલની ટીમમાંથી પાર્ડિન્સન્સ ડિસીઝ અને મુવમેન્ટ ડિસઓર્ડરના નિષ્ણાંત ડા.મિતેષ ચંદારાણાએ દર્દીને તપાસી એમનું નિદાન કરીને દર્દીને DBS (Deep Brain Stimulation) જેવી મગજની જટીલ સર્જરી માટે સલાહ આપેલ હતી.. આ ઓપરેશન આશરે ૭-૮ કલાક ચાલ્યું હતું, અને ઓપરેશન પછી સાધ્વીજી સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં હતાં. ઓપરેશન બાદ પેસમેકર બેટરીનું પ્રોગ્રામીંગ કરતાં બધા લક્ષણોમાં સુધારો આવ્યો હતો અને પોતે જાતે ચાલી શકવા સક્ષમ બન્યા હતાં .
તદ્ઉપરાંત દર્દીની વર્ષોથી ચાલતી પાકિન્સન્સ રોગની દવાઓમાં પણ ૫૦ – ૬૦% જેટલો ઘટાડો થયો હતો. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૭ વર્ષોમાં પ્રથમ વખત ન્યુરો 1 ખાતે આ પ્રકારની સર્જરી કરવામાં આવી, જેના માટે દર્દીઓએ પહેલા મુંબઈ અને અન્ય મોટા શહેરોમાં જવું પડતું હતું.