જૈવિક-જીવ વિજ્ઞાનના સમન્વયથી જ ખેતી રસાયણમુક્ત બનશે

જેવિક ખેતી કરતા પૂર્વે ખેડૂતોનું ઉત્પાદન ન ઘટે એ પણ જાેવાની મહત્ત્વની જવાબદારી છેઃડો.અજય રાંકા
આપણા ખોરાક અને ખેત ઉત્પાદનોમાં પૌષ્ટીકતાનો ગુણ છેલ્લા કેટલાંક વર્ષોથી ૪૮ ટકા જેટલો ઘટી ગયો છે. ખેતીમાં વપરાતા કેમિકલ્સને લીધે ઉત્પાદનોના ગુણ ઘટતા જાય છે. તેનાથી આવનારી પેઢી આરોગ્યની દ્રષ્ટીએ ફીટ અને સ્વસ્થ રહી શકે તેમ નથી.
જૈવિક ખેતી અને વૈદિક ખેતી તેના ઉપાય છે પણ એનાથી આરંભે ઉત્પાદનમાં ફટકો પડે છે. પરિણામે હવે જેવિક, વૈદિક ખેતીનેે આધુનિક વિજ્ઞાન ટેકનોલોજી સાથેે ભેળવીને નવો જ વિચાર ખેતી ક્ષેત્રમાં અમલમાં મુકાઈ રહ્યો છે. તેમ વડોદરાના ઝાયડ્સ ગૃપના ચેરમેન અને સીઈઓ ડો.અજય રાંકાએ એક વાતચીતમાં કહ્યુ હતુ.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે આપણે ત્યાં ખેડૂતો નાના અને સિમાંત હોય છે. અને તત્કાળ જૈેવિક ખેતી અપનાવી લે તો પાંચ વર્ષ સુધી ઉત્પાદનમાં ઘટાડો થવાનો ભય હોય છે. એ માટે નવી ટેકનોલોજી વિકસિત કરાઈ રહી છે. ખેડૂતોને ઉત્પાદનમાં આરંભિક વર્ષોમાં નુકશાન ન થાય એવી પધ્ધતિ હવે વિકસી રહી છે.
અમારી કંપનીઅસાત વર્ષની મહેનત પછી પ્રકલ્પ સંજીવની એ ટેકનોલોજી પર જ બનાવ્યુ છે. રાસાયણિક ખાતરનેે લીધે જમીનો વિષયુક્ત થઈ ગઈ છે. પણ એક જ ક્રોપ સાઈકલમાં જમીનને પોચી અને શ્વાસ લઈ શકે એવી બનાવી કાઢે છે. ખેડૂતોને એનાથી ઉત્પાદન પણ મળે છે અને જમીનની ઉત્પાદકતા પણ સુધરે છે.
ભારતમાં ચાલીસ વર્ષથી રાસાયણિક ખાતરોના ભરપૂર ઉપયોગ થયો છે. એટલે તેના લીધે જમીન કડક પડીને દબાઈ ગઈ છે. બાયોલોજીકલ ફંકશન ખુબ જ નબળા પડી ગયા છે. જમીન શ્વાસ ન લઈ શકે એટલે એમાં રહેતા સુક્ષ્મ જીવાણુંઓ પણ નાશ પામ્યા છે. આપણે ફરી આ બધા પેાસા સક્રિય કરવાના છે. તો જ ખેત ઉત્પાદન વધી શકશે. અને પૌષ્ટીકતા પણ એમાં જળવાશે.
સરકાર જૈવિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ફંડ પણ ફાળવે છે. છતાં એટલી પ્રગતિ આ દિશામાં નથી એમ કહેતા રાંકા ઉમેર છે કે સરકારે ખેતીમાં ઈનપુટ પર નીતિ અમલમાં મુકી છે તેના બદલે આઉટપુટ પર મુકવી જાેઈએ.સરકારને કેવા ઉત્પાદનો જાેઈએ છે તે સ્પષ્ટ હશે તો ખેડૂતો કોઈપણ રીતે એ બનાવતા થઈ જશે.
અને ઝડપથી આ દિશામાં પ્રગતિ થશે સારૂ ઉત્પાદન મેળવી શકતા ખેેડૂતોને સરકાર પ્રોત્સાહન આપે કે ઈનામોથી નવાજે તો વધુ સંખ્યામાં ખેડૂતો વળશે.
તેમણે કહ્યુ કે જેગલોમાં બધુ સારી રીતે ઉગી નીકળે છે. જમીનો પણ સારી હોય છે તે કુદરતી ફોમ્ર્યુલા છે. ત્યાં ફિઝીક્સ, કેમિસ્ટ્રેી અને બાયોલોજી બધાનું મિશ્રણ જાેવા મળે છે.ખેતીમાં આવો સંગમ કરવાની જરૂર છે. વૈદિક ખેતીની સાથે બાયોલોજીનો પણ સમન્વય કરવાથી એમ થશે.
અમે અમારી પ્રોડક્ટ પ્રકલ્પ સંજીવનીમાં આ પધ્ધતિ અપનાવી છે. એક જ પાક ચક્રમાં કેમિકલ દવાઓ અને રાસાયણિક ખાતરોમાં થી બાયોલોજીકલ તરફ જઈએ તો ઉત્પાદન વધી શકે છે. આરંભના વર્ષોમાં ઓછા કેમિકલ્સ અપનાવીને પણ ખેતીનું ઉત્પાદન લેવાય તો એમાં ખોટુ નથી. ધીરે ધીરે કેમિકલ ફ્રી અને જૈવિક ઉત્પાદનો મળી શકશે.
તેમણે કહ્યુ હત કે ભારતીય કેમિકલ્સવાળી ખેતીની દિશા બદલવા માટે દરેક ગામડે ગામડ પ્રગતિશીલ ખેડૂતોને સાથે રાખીને તેમના ખેતરમાં એક એકરમાં લઘુત્તમ ત્રણ વૃષ સુધી નવી પધ્ધતિથી ઉત્પાદનને લઈને બીજા ખેડૂતોને તેનો અનુભવ કરાવવો પડે.કારણ કે ખેડૂતો જે નીહાળશે એ જ અપનાવવાના છે.
સરકારે કેન્દ્રીય સ્તરે દરેક ગામડે આશરે છ લાખ ગામમાં પાંચ પાંચ એકર જમીન લઈને એમાં ડેમોન્સ્ટ્રેેટીવ લેન્ડ તૈયાર કરીને કેમિકલ ફ્રી ખેતી કરાવવી જાેઈએ. આવી નીતિ ઘડીને પબ્લિક -પ્રાઈવેટ બધા ક્ષેત્રને તક આપીને તૈયાર કરવા જાેઈએ. સરકાર એ માટે ફંડ આપે છે. એને કાર્યક્રમ આગળ વધે તો ત્રણ વર્ષમાં જ કઈ પધ્ધતિથી સારી રીતે ઉત્પાદન લાવી શકેે કેે મેેળવી શકાય છે એ સ્પષ્ટ થઈ જશે.
ઝાયડ્ેક્સે ઝાયટોનિક ગોધન બનાવ્યુ છે. એનાથી જૈવિક પાચન પ્રક્રિયા દ્વારા છાણિયા ખાતરને બાયોકમ્પોસ્ટિીંગ કરી શકાશે. આ પ્રક્રિયા વડે વર્મી કમ્પોસ્ટ જેવી જમીન બનાવી શકાય છે. બાયો ફર્ટીલાઈઝરની ખુબી છેેક તેનાથી જમીનને નરમ અને હવાવાળી કરી શકીએ છીએ.
અત્યાર સુધીખેતર શ્વાસ નહીં લઈ શકતા હતા. પાણીની સેંગ્રહ શક્તિ અને મૂળ વધે છે. માઈકોરાઝા ફંગર્સનો ઉપયોગ વધારે કરીને પાયામાં નાંખીએ છીએ. એનાથી મૂળનું ક્ષેત્ર એકદમ ઘરૂ બને છે. એટલેેે પૌષ્ટીકતાની તાકાત વધે છે. અને પાણી લેવાની તાકાત વધે પાણી વધુ વપરાય છે. ત્યારે એ જરૂરી છે કે હવે ઝાયડેક્સ પાંદડા પર લાગતા ભેજનું પાણી પકડીને પાકને મોટે ઉપયોગમાં લઈ શકાય એવી ટેકનોલોજી પણ લાવી રહી છે.