જૈશે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટ મુકવાની જવાબદારીનો ઇન્કાર કર્યો
મુંબઇ: દેશના દિગ્ગજ ઉદ્યોપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલ શંકાસ્પદ કારે સમગ્ર દેશમાં હલચલ પેદા કરી દીધી છે તાજેતરમાં આતંકવાદી સંગઠન જૈશ એલ હિંદે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાની જવાબદારી લીધી હતી પરંતુ હવે સંગઠને એ વાતનો ઇન્કાર કર્યો છે અને નવો ખુલાસો કર્યો છે.
આતંકવાદી સંગઠને જૈશ ઉલ હિંદે સોશલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને તેમાં લખ્યું છે કે તેણે મુકેશ અંબાણીને કયારેય કોઇ ધમકી આપી નથી સંગઠને કહ્યું કે તેમના નામથી જે પત્ર વાયરસ થઇ રહ્યો છે તે નકલી છે સંગઠને કહ્યું કે તેમની લડાઇ નરેન્દ્ર મોદીથી છે નહીં કે અંબાણીથી સંગઠને આગળ કહ્યું કે ભારતીય મીડિયા એ અહેવાલ ચલાવી રહી છે કે જૈશ ઉલ હિંદે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાની જવાબદારી લીધી છે
પરંતુ અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમારા સંગઠનને આ મામલાથી કોઇ સંબંધ નથી એ યાદ રહે કે ૨૫ ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફટોકથી ભરેલ કાર શંકાસ્પદ રીતે ઉભી હતી.જેમાં ૨૦ જિલેટીનની છડી મળી હતી બુધવારની રાતે એક વાગ્યાની આસપાસ સ્કોર્પિયોને ઉભી કરવામાં આવી હતી સીસીટીવી ફુટેજમાં ઘરની બહાર બે ગાડીઓ જાેવામાં આવી હતી જેમાં એક ઇનોવા પણ સામેલ હતી.
ગાડીના ડ્રાઇવર એસયુવીને એટીલિયાની બહાર પાર્ક કરી ચાલ્યા ગયા હતાં શંકાસ્પદ કારને જાેયા બાદ અંબાણીના ઘરની બહાર સુરક્ષા કર્મચારીઓએ સ્થાનિક પોલીસને આ બાબતમાં જાણ કરી હતી ત્યારબાદ મુંબઇ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી
સુત્રોના જણાવ્યા અનુસાર આ શંકાસ્પદ ગાડીમાંથી એક પત્ર પણ લખ્યો હતો જે હાથથી લખવામાં આવ્યો હતો સુત્રોએ કહ્યું કે પત્રમાં લખ્યું છે કે આ તો એક ટ્રેલર છે નીતા ભાભી મુકેશ ભૈયા આ તો ફકત એક ઝલક છે આગામી વખતે સામાન પુરો કરી તમારી પાસે આવીશું અને વ્યવસ્થા થઇ ગઇ છે.