Western Times News

Gujarati News

જૈસલમેરમાં અભિનેત્રી ક્રિતી સેનને બુલેટ રાઇડ માણી

મુંબઈ: ગોલ્ડન સિટી જૈસલમેરમાં હાલમાં બોલિવૂડ સ્ટાર્સનો જાણે કે મેળો લાગેલો છે. અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેનું શૂટિંગ આજથી જૈસલમેરમાં શરૂ થઈ ચૂક્યું છે. તેને લઈને ફિલ્મ ક્રૂ ટીમ મંગળવારે જ જૈસલમેર પહોંચી ગઈ હતી. ફિલ્મની શૂટિંગ આજથી જૈસલમેર શહેરના હનુમાન ચાર રસ્તા પર શરૂ થયું. શૂટિંગ માટે આવેલા ફિલ્મી સ્ટાર્સ પોતાના કામની સાથોસાથ પર્યટન નગરીમાં ફરવાનો આનંદ પણ માણી રહ્યા છે.

ફિલ્મની અભિનેત્રી ક્રિતી સેનનએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જૈસલમેરના સમ રોડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં અભિનેત્રી ક્રિતી સેનન બુલેટ ચલાવતી જાેવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ત્યારબાદ એક વીડિયોમાં નિર્માતા સાજિદ નડિયાદવાલાના દીકરાની સાથે પણ બાઇક પર ફરતો વીડિયો પોસ્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અભિનેત્રી ક્રિતી સેનન સહિત ફિલ્મીની ટીમ જૈસલમેર-સમ રોડ સ્થિત હોટલ સૂર્યાગઢમાં રોકાયેલી છે.

બુધવારે ફિલ્મનું શૂટિંગ જૈસલમેર શહેરના હનુમાન ચાર રસ્તા પર શરૂ થયું છે. આ પહેલા મંગળવારે જૈસલમેર એરપોર્ટ પર સિને અભિનેતા અક્ષય કુમાર, અરશદ વારસી, પ્રતીક બબ્બર, નિર્માતા સાજિદ નડિયાદવાલા અને તેમનો પરિવાર સ્પોટ થયો હતો. તમામે પ્લેનથી એક તસવીર શૅર કરી છે.

તેમાં તમામ હળવા મૂડમાં જાેવા મળી રહ્યા છે. આ ફિલ્મ પહેલા ૨૦૨૦માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે તેનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે જે એક્ટર બનવા માંગ છે. બીજી તરફ ક્રિતી સેનન એક પત્રકારની ભૂમિકામા છે. તે એક નિર્દેશક બનવા માંગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.