જૉનસન એન્ડ જૉનસન પર લાગ્યો 230 કરોડનો દંડ
નવી દિલ્હી, નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટીએ આદેશ આપ્યો કે જે હિસાબે કંપનીએ ટેક્સ કાપની ગણના કરી હતી તે ગણતરી ખોટી હતી. તપાસમાં જાણવા મળ્યું કે 15 નવેમ્બર, 2017ના રોજ કેટલીક વસ્તુઓ પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવાયો હતો. પરંતુ જોનસન એન્ડ જોનસને ગ્રાહકોને ફાયદો આપ્યો ન હતો. કંપનીએ આગામી ત્રણ મહિનામાં દંડની રકમ ભરવાની રહેશે. જોનસન એન્ડ જોનસન એક મલ્ટીનેશનલ કંપની છે. જેનો કારોબાર દુનિયાના ઘણા દેશોમાં ફેલાયેલો છે. તાજેતરમાં જ તેના પ્રોડક્ટમાં કેન્સરકારક તત્વો હોવાની વાત પણ સામે આવી હતી. જેથી ઘણા દેશોએ તેની પ્રોડક્ટના વેચાણ પર રોક લગાવી દીધી હતી.