Western Times News

Gujarati News

જોડિયા બહેનોએ CBSE ૧૨માં સરખા માર્કસ મેળવ્યા

નોઈડાની માનસી-માન્યાના સરખા માર્કથી આશ્ચર્ય-બંને બહેનો એન્જિનિયરિંગ કરવા માગે છે અને જેઈઈ મેઈન્સની પરીક્ષા આપવાની છે જેની તેઓ તૈયારી કરે છે
નોઈડા,  એક સરખી દેખાતી બે જોડિયા બહેનોએ સીબીએસઈ બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષામાં એક સરખા માર્કસ મેળવ્યા છે. આ સિદિ્‌ધ એટલા માટે અનોખી છે કેમકે, મેડિકલ સાયન્સ પ્રમાણે આઈડેન્ટિકલ ટ્‌વીન્સમાં તમામ પ્રકારની સમાનતા જોવા મળતી હોય છે. તેમના રસ અને શોખ પણ એક સરખાં હોય છે પણ આ રીતે એક સરખા માર્કસ આવે તે વાત થોડી અચરજ પમાડે તેવી છે. માનસી અને માન્યા દિલ્હી નજીક નોઈડામાં રહે છે. બંનેએ સીબીએસઈ બોર્ડની એક્ઝામમાં ૯૫.૮૦ ટકા મેળવ્યા છે.

ગ્રેટર નોઈડામાં આવેલી એસ્ટર પબ્લિક સ્કૂલમાં આ બંને બહેનો ભણે છે. તેમને ઈંગ્લીશ અને કમ્પ્યુટર સાયન્સમાં ૯૮, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ફિઝિકલ એજ્યુકેશનમાં ૯૫ માર્કસ આવ્યાં છે. દરેક જણ અમને અમારા એક સરખા દેખાવને કારણે ઓળખે છે પણ અમારાં નામ અલગ છે.

અમે બારમા ધોરણમાં ખૂબ સારા ટકાએ પાસ થઈશું તે અમને ખબર હતી પણ એક સરખા માર્કસ આવશે તેવું તો અમે ધાર્યું પણ નહોતું. મને એમ હતું કે, માન્યા મારા કરતાં વધારે માર્કસ લાવશે, તેમ માનસીએ કહ્યું હતું. આ બંને બહેનો હવે એકસાથે એન્જિનિયરિંગમાં જવા માગે છે અને જેઈઈ મેઈન્સની પરીક્ષાની તૈયારીઓ કરી રહી છે.

જેઈઈ મેઈન્સની પરીક્ષા કોરોના વાયરસને કારણે સપ્ટેમ્બરમાં યોજાવાની છે. માન્યાએ કહ્યું કે, તેણે બે વર્ષ પહેલાં અખબારમાં એક લેખમાં વાંચેલું કે, આઈડેન્ટિકલ ટ્‌વીન્સ પરીક્ષામાં પણ એક સરખા માર્કસ લાવી શકે છે. માનસીના કહેવા પ્રમાણે તે બંને એકસરખો જ અભ્યાસ તો કરે છે અને અગાઉ ક્યારેય આ રીતે તેમના એકસરખા માર્કસ આવ્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.