જોડિયા બાળકી ૨૮ દિવસના જંગ બાદ કોરોના સામે જીતી
સુરત, ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થવાની વાતો નિષ્ણાકો કરતા હતા આવી જ એક ઘટના સુરતમાં બનવા પામી છે. જેમાં સુરતમાં રહેતા એક પરિવારના ઘરે પરણીતા એ બે જાેડિયા બાળકોને ખાનગી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. બે બાળકીઓનો એક સાથે જન્મ થતા પરિવારમાં ભારે ખુશીની લાગણી જાેવા મળી રહી હતી. પરંતુ બાદમાં જ્યારે ડોકટરો તપાસ કર્યું ત્યારે જાણવા મળ્યું હતું કે બન્ને જાેડિયા બાળકીઓ કોરોનાગ્રસ્ત છે.
આ સાંભળતા જ પરિવાર ભારે શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જાેકે ખાનગી હોસ્પિટલના ડોકટરો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરાઇ હતી. આ બાળકીઓને સારી સારવાર આપવા માટે તેઓ સુરત ડાયમન્ડ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કાચની પેટીમાં કોરોનાગ્રસ્તજાેડિયા બાળકીઓને રાખવામાં આવી હતી અને સારવાર આપવામાં આવી હતી.
મહત્વનું છે કે આ સારવાર માં કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત બિલકુલ મફતમાં આપવામાં આવી હતી અને નવજાત બાળકીઓને નવજીવન આપાયું હતું. અધૂરા મહીને જન્મેલ હોવાથી બાળકીઓના ફેફસા બહુજ નબળા હતાં બંનેની વધુ તપાસ કરતા માલૂમ પડ્યું કે, બાળકીઓને કોરોના છે અને તેમને તે બાદ કોવિડની ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી.
તેમજ આ બંને બાળકીઓનું વજન માત્ર ૧૨૦૦ અને ૧૪૦૦ ગ્રામ જેટલું ઓછુ હતું. બંને જાેડિયા બાળકીઓનો અધૂરા માસે જન્મ થયા બાદ તેમના સ્વાસ્થને લઈને કેટલાક કોમ્પ્લિકેશન સામે આવ્યા હતા.
નાજૂક સ્વાસ્થ વચ્ચે તેમને કોરોના હોવાનું પણ સામે આવ્યું હતું જે બાદ હોસ્પિટલમાં ઝ્ર-ઁછઁ દ્વારા અને અન્ય જરૂરી સારા સારવાર ચાલુ કરવામાં આવેલ હતી. મહત્વનું છે કે ગત ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ એટલે કે વાસી ઉતરાયણના દિવસે બંને બાળકીને વધુ સારી સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ ૨૮ દિવસની મેરેથોન સારવારનાં અંતે હવે બંને બાળકીઓની તબિયત સારી છે અને તેઓ કોરોના મુક્ત થઇ ગઈ છે.
બંને બાળકીઓને આજે હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવતા તેના પરિવારમાં હર્ષની લાગણી છવાઈ હતી. મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં પાછલી બંને લહેરના રેકોર્ડ તૂટ્યા હતા. ઓમિક્રોનની સંક્રામતા વધુ હોવાથી તેનો ફેલાવો ખૂબ જ ઝડપથી થયો હતો અને રાજ્યમાં સૌથી વધુ દૈનિક કેસનો રેકોર્ડ પણ આ જ લહેર દરમિયાન બન્યો હતો.
ત્યારે વાત કરવામાં આવે છેલ્લા ૨૪ કલાકની તો ગઈકાલ સાંજ સુધીમાં રાજ્યમાં ૭૬૦૬ નવા કેસ નોંધાયા છે તો સતત બીજા દિવસે ૩૪ લોકોમાં મોત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૦ લોકોના મોત કોરોનાથી નિપજ્યા છે. જાેકે હવે ધીરે ધીરે ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ઘટી રહી છે. તો બીજી તરફ રિકવરી રેટ પણ વધી રહ્યો છે. ગત સાંજના પૂર્ણ થયેલા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૩,૧૯૫ દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.SSS