જોધપુર ગામના ખેતરના માલિકે માનતા પુરી થતા ઉગાડેલ પાક ગાયો અને પશુઓને દાન કર્યો
પોતાની ઇચ્છા પુર્ણ કરવા માટે લોકો માનતાઓ અને બાધાઓ રાખતા હોય છે. કેટલીક માનતાઓ અજુગતી હોય છે તો કેટલીક પ્રેરર્ણાદાયી હોય છે. આવી એક માનતા અરવલ્લી જિલ્લાના બાયડના જોધપુર ગામના જમીન માલિકે રાખી હતી.માનતા પુરી થતા જમીન માલિકે 60 વીઘા જમીનમાં બાજરીના ઉભો પાક ગાયો સહિત પશુઓ માટે દાન આપી દીધો હતો.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર પાસે આવેલ જોધપુર ગામે અમદાવાદના રહેવાસી ચંદ્રકાંત પટેલે 60 વીઘા જમીન ખરીદી હતી. જોકે જમીનના કબ્જા બાબતે વિવાદ ઉભો થતા મામલો કાર્ટમાં પહોચ્યો હતો . જમીન નો કબ્જો મેળવવા માટે ઘણા લાંબા સમયથી કોર્ટમાં કેસ ચાલતો હતો . આ દરમ્યાન ચંદ્રકાંતભાઇ એ જમીનનો કબ્જો રાજીખુશીથી મળી જાય તેવી માનતા માની હતી.
કોર્ટમાં કેસ ચાલી જતા જમીનનો કબ્જો ચંદ્રાકાંતભાઇ ને મળી જતા 60 વીઘા ખેતરમાં ઉગાડેલ બાજરીનો ઊભો પાક ગાયોને ચરવવા દાનમાં આપી માનતા પુરી કરી હતી . આવી ચર્ચા બાયડ તાલુકાના પંથકમાં ચર્ચાઈ રહી છે પરંતુ તેમના જોડે ટેલિફોનિક વાત કરતા તેમણે આવી કોઈ માનતા માની હોય તેનો ઇન્કાર કર્યો હતો અને શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય પુણ્ય કમાવવાના હેતુથી પશુઓને ખેતરમાં પશુઓનેઉભા પાકનું ચરામણ કરાવ્યું હતું હસે જે કોઈ હોય ઈ પરંતુ આજે તો પશુઓને ઉભો પાક ખવડાવીને આશીર્વાદ રૂપે ચોતરફથી પુષ્પોની વર્ષા થઈ રહી છે અને તેઓ પોતે ધન્યતા અનુભવી રહ્યા છે