Western Times News

Gujarati News

જોહન્સન્સએ ઇ-કોમર્સ પર એક્સક્લૂઝિવ રીતે કોટનટચ પ્રોડક્ટ પ્રસ્તુત કરી

જોહન્સન્સ®એ આજે ઇનોવેટિવ કોટનટચ® રેન્જ જાહેર કરી હતી , જેમાં નવજાત બાળકની મુલાયમ અને સંવેદનશીલ ત્વચાની સારસંભાળ રાખવા માટેની આદર્શ રીત પ્રદાન કરવા કુદરતી કોટનનો સમન્વય થયો છે. ઇ-કોમર્સ પર એક્સક્લૂઝિવ રીતે લોંચ થયેલી ઉત્પાદનોની આ નવી રેન્જમાં વોશ, લોશન, ક્રીમ અને ઓઇલ સામેલ છે તથા આજથી ગ્રાહકો માટે એમેઝોન, ફ્લિપકાર્ટ, બિગ બાસ્કેટ, ફર્સ્ટક્રાય અને ન્યાકા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

જોહન્સન્સ® 125 વર્ષથી સૌથી સલામત ઉત્પાદનો પ્રસ્તુત કરવાનો વારસો ધરાવે છે, જેનો મમ્મીઓ પોતાના બાળકો માટે વિશ્વાસ અને ખાતરી સાથે ઉપયોગ કરે છે. હાલના અભૂતપૂર્વ સમયગાળા દરમિયાન આ વિશિષ્ટ લોંચ ભારતમાં વિશ્વસનિય બેબી કેર બ્રાન્ડ્સમાંથી વિજ્ઞાન પર આધારિત અસરકારક અને ઉપયોગી ઉત્પાદનો માટેની વધતી માગને પૂરી કરવાનો પ્રયાસ છે. જોહન્સન્સ®એ ભારતીય બજારમાં કોટનટચ®ને આવકારવા 700થી વધારે પ્રભાવશાળી વ્યક્તિઓને બોર્ડ પર લીધા છે.

કોટનટચ® એક ઇનોવેટિવ રેન્જ છે, જે સઘન સંશોધન અને વિકાસનું પરિણામ છે. આ દુનિયાની પ્રથમ બેબી કેર ઉત્પાદનો છે, જેમાં કુદરતી કોટનનો સમન્વય થયો છે અને બિલકુલ ખંજવાળ પેદા ન કરે એવી ફોર્મ્યુલા પર આધારિત છે. નરમ, શોષક અને કુદરતી રીતે હાઇપોએલેર્જિક કોટન મખમલી અને મુલાયમ અનુભવ આપે છે.

જોહન્સન એન્ડ જોહન્સન કન્ઝ્યુમર ડિવિઝનના માર્કેટિંગના વાઇસ પ્રેસિડન્ટ મનોજ ગાડગિલે કહ્યું હતું કે, “જોહન્સન્સ® લાંબા સમયથી સલામત બેબી કેર પ્રોડક્ટ્સ બનાવવા કટિબદ્ધતા માટે જાણીતી છે, જે બાળક માટે શું શ્રેષ્ઠ એ પરિભાષિક કરે છે. અમે બાળકોની ત્વચા તથા નવજાત બાળકોની મુલાયમ ત્વચાની જરૂરિયાતોને સમજવા દાયકાઓથી રોકાણ કરી રહ્યાં છીએ. બાળકોની ત્વચાને અતિ કાળજીયુક્ત સારસંભાળની જરૂર છે.

આ કારણે અમે કોટનટચ®ની રેન્જ પ્રસ્તુત કરી છે, જે માતાઓને અભૂતપૂર્વ મુલાયમતાનો અનુભવ આપે છે. અમે લોકડાઉનના તબક્કામાં પણ ભારતીય બજારમાં બેબી કેર માટેની માગમાં નોંધપાત્ર વધારો જોય છે અને આ સમયગાળામાં સલામતી માટે ઊંચા ધારાધોરણો માટે મમ્મીઓની પસંદગીએ અમને આ પ્રોડક્ટ પ્રસ્તુત કરવા પ્રેરિત કર્યા છે. અમને આશા છે કે, અમે ઇ-કોમર્સ રુટ દ્વારા ઘણા માતાપિતાઓ સુધી પહોંચીશું અને તેમને માતાપિતા બનવાની તેમની સફરને વધારે આનંદદાયક બનાવીશું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.