જો ગોવામાં આપની સરકાર બની તો ૩૦૦ યૂનિટ વીજળી ફ્રી મળશે: કેજરીવાલ
પણજી, આવતા વર્ષે ઘણાં રાજ્યોમાં ચૂંટણીઓ થવા જઇ રહી છે. જેને લઇ રાજકીય પાર્ટીઓની પ્રચારની તૈયારીઓ જાેરશોરમાં ચાલું થઇ ગઇ છે. ભાજપા અને કોંગ્રેસ ઉપરાંત અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ હવે દિલ્હી સિવાય અન્ય રાજ્યોમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં આપની પકડ ધીમે ધીમે મજબૂત થતી જાેવા મળી રહી છે.
એજ કારણ છે કે રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતમાં એક આખું નવું કેબિનેટ બનાવી દેવામાં આવ્યું. કેજરીવાલની પાર્ટી ગુજરાત ઉપરાંત પંજાબ અને ઉત્તરાખંડમાં પણ મોટી જાહેરાતો કરી ચૂકી છે.
એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગોવાના લોકોને સત્તામાં આવવા પર વિજળીની ૩૦૦ યૂનિટ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે.
તેની સાથે જ કેજરીવાલે કહ્યું કે પ્રત્યેક ઘરમાંથી એક બેરોજગાર વ્યક્તિને નોકરી આપવામાં આવશે અને કામની શોધમાં બેરોજગાર લોકોને નોકરી ન મળવા સુધી ૩૦૦૦ રૂપિયા માસિક ભથ્થું મળશે. આવતા વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી થવાની છે. જેમાં ગોવા પણ સામેલ છે. કેજરીવાલ ગોવાને લઇ ખૂબ જ આશાવાન છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક કેજરીવાલે ગોવામાં સાત મોટી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે, જાે તેમની પાર્ટી સત્તામાં આવે છે તો ભ્રષ્ટાચાર રોકશે અને રાજ્યના યુવાઓ માટે નોકરીઓ સુનિશ્ચિત કરશે. કેજરીવાલે કહ્યું કે સ્થાનીય લોકોને ખાનગી નોકરીઓમાં ૮૦ ટકા આરક્ષણ આપવામાં આવશે.
દરેક ઘરમાંથી એક બેરોજગારને નોકરી,રોજગાર ન મળવા સુધી ૩૦૦૦ રૂપિયા માસિક ભથ્થુ,ખાનગી નોકરી માટે કાયદો લાવશે,હાલમાં કોરોનાને કારણે પર્યટનને નુકસાન થયું છે, જ્યાં સુધી તેનું રોજગાર યોગ્ય નથી ચાલતું ત્યાં સુધી તેમને મહિનાના ૫૦૦૦ રૂપિયા આપવામાં આવશે. માઇનિંગ ફેમિલીને પણ ૫૦૦૦ મહિને અપાશ કેજરીવાલે કહ્યું કે બધા પૂછશે કે અહીં આટલી નોકરીઓ ક્યાંથી આવશે, તેનો જવાબ આપતા બોલ્યા, અહીં અમે નવી સ્કૂલ ખોલીશું, હોસ્પિટલ ખોલીશું, રસ્તાઓ બનાવીશું જેનાથી રોજગાર પેદા થશે.HS