જો જરૂર પડી તો તાલિબાનને સાથ આપીશું: બ્રિટન
લંડન, બ્રિટેનના પ્રધામંત્રી બોરિસ જાેનસને એવું નિવેદન આપ્યું કે જાે જરૂર પડશે તો અમે તાલિબાન સાથે કામ કરવા પણ તૈયાર છે. એટલુંજ નહી જાેનસને તેની સરકાકરના વિદેશ મંત્રીનો પણ પક્ષ લીધો છે. આપને જણાવી દઈએ કે કાબુલમાં જે પરિસ્થિતી છે તેને લઈને બ્રિટિશ વિદેશમંત્રી વિવાદોમાં ઘેરાયા છે.
અફઘાનિસ્તાન મુદ્દે બોરિસ જાેનસને એવું કહ્યું કે તેઓ સમસ્યાનું સમાધાન લાવવા માટે બને તેટલા પ્રયાસ કરી રહ્યા છે. સાથેજ તેમણે હ્યું કે જરૂર પડી તો તેઓ તાલિબાન સાથે કામ કરવા પણ તૈયાર છે. વધુમાં તેમણે કહ્યું કે કાબુલ એરપોર્ટ પર હાલ સ્થિતી સુધરી રહી છે. સાતેજ તેમણે એવું પણ કહ્યું કે અત્યાર સુધીમાં તેમણે ત્યાથી ૧૬૧૫ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
બિજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે કાબુલ એરપોર્ટ પર પરિસ્થિતી કાબુમાં છે સાથેજ ત્યાથી લોકોને નિકાળવામાં આવી રહ્યા છે. સાથેજ તેમંણે કહ્યું અત્યાર સુધીમાં તેમણે ૩૧ હજાર જેટલા લોકોને કાબુલથી બહાર કાઢ્યા છે.
તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે મેળવ્યા બાદ તેણે ત્યાની જેલોમાં બંધ કેદીઓને પણ છોડી દીદા છે. જેને લઈને બાઈડને ચિંતા વ્યક્ત કરી છે. જેમા તેમણે કહ્યું આ આતંકીઓ મોટો ખતરો સાબિત થઈ શકે છે. બીજી તરફ તાલિબાનના કબ્જામાં રહેલા બાઘલાન પ્રાંતના ત્રણ જિલ્લાઓને પણ આઝાદ કરી દેવામાં આવ્યા છે,HS