જો નિયમીત માવજત કરવામાં આવે તો આંબાને અમુક અંશે ફળતા કરી શકાય છે
આંબાના વૃક્ષો આંતર વર્ષે ફળવાની ટેવ ધરાવે છે. જાે કે વઘતા-ઓછા પ્રમાણે દરેક ફળ પાકોમાં આમ બનતું હોય છે. પરંતુ તેમાં સૌથી વિશેષ આંબાના વૃક્ષો આ વિશેષ પ્રતિભાવ આપે છે. આંબાના પાકમાં થયેલ સંશોધનો પ્રમાણે હવે . પરંતુ તે પહેલા આંબાના વૃક્ષોની દેહ ધાર્મિક પ્રક્રિયાઓ સમજી લેવી પડે અને તે પ્રમાણે માવજત કરવી પડે. હજે તે સમજવા પ્રયત્ન કરીએ.
આંબામાં આ વર્ષ (ર૦ર૦-ર૧) ઓછા ફાલનું હતું. જેથી સામાન્ય સ્થિતિ પ્રમાણે આવતું વર્ષ (ર૦ર૧-ર૦રર) વધારે ફાલનું વર્ષ હશે. જે કેમ બને છે તે જાેઈએ.
• આંબાના એક મોરમાં ર૦૦૦ ફુલો છે તેમાં ૧૬૦૦ નર અને ૪૦૦ માંદા ફૂલો છે. આ ૪૦૦ માંદા પૈકી ૩૦૦ માદા ફુલો એક યા બીજા કારણોથી ફલીકરણ થયા વગર જ ખરી પડે છે. ૧૦૦ ફુલો ફલીકરણ થઈ રાઈના દાણા જેવડા ફળ થશ.. જે એક યા બીજા કારણોથી ખરતાં એક મોરમાં ફક્ત ૩ ફળો વડાણા જેવડા થશે, હવે ખેડૂતોએ આ ફળો ના ખરે તેની ચિંતા કરવી જાેઈએ અને ફળ ખરતાં અટકાવવા જાેઈએ.
પરંતુ પૂરતી કાળજી ન લેવાથી તે પણ ખરી જાય છે. સામાન્ય સંજાેગોમાં પાંચ મોરમાંથી એક ફળ મળે તો પણ સરેરાશ સારૂં ઉત્પાદન મળે. પરંતુ તેમ પણ બનતું નથી. કારણ કે કંઈક ખામી અથવા કુદરતી આફતો આવતી હોય છે. તેમ છતાં શું કરવું જાેઈએ?
• માર્ચ-એપ્રિલ દરમ્યાન જ્યારે ફળોનો વિકાસ થતો હોય ત્યારે જેના ઉપરથી કેરી ખરી ગઈ હોય અથવા કેરી આવીન હોય તેવી વધારાની ડાળીઓ ઉપર આપણે નવી કૂંપણો લાવી શકીએ તો આ ડાળીઓ આવતા ઓગસ્ટ સુધીમાં પાકટ થઈ જતાં નવેમ્બર-ડિસેમ્બરમાં ફુલો આવશે અને બીજા વર્ષમાં ફુલો આવવાનું આપણે ચોક્કસ કહી શકીએ.
એટલે સામાન્ય સંજાેગોમાં દર વર્ષે આંબામાં પ૦ ટકા ફુલો આવે અને પ૦ ટકા ડાળીઓમાં નવી કુંપણો આવે તો આંબામાં દર વર્ષે ફળો મળે. પરંતુ તેમ કરવા માર્ચ-એપ્રિલમાં ફળો ટકાવવા અને નવી ડાળીઓનો વિકાસ કરાવવો તેમ ઝાડને બેવડી જવાબદારી નિભાવવા પોષણ અને અન્ય કાળજી પુરી પાડવી જાેઈએ.
આંબામાં કેરી પાછલા વર્ષની ૪-પ માસની પાકટ અને વિકાસ પામેલી ટોચની ડાળીમાં બેસે છે. જેથી આંબાને ટર્મીનલ બેરર કહેછે. એટલે આજે જે ડાળીઓ ઉપર ફળો લાગેલાં છે તે ડાળીઓ જૂન માસ સુધી રોકાયેલી રહેશે. કેરીની વીણીપછી આ ડાળીઓ ખાલી થશે.
જે દરમ્યાન વૃક્ષોમાં બનતો રોજ-બરોજનો ખોરાક (કાર્બોહાઈડ્રેટ્સ) અને સંગ્રહાયેલ ખોરાક લગભગ વપરાઈ ગયો હશે. એટલે જ્યાંથી કેરી ઉતારી લીધી છે ત્યાં જલદી નવી કૂંપણો (વાનસ્પતિક વૃધ્ધિ) નહીં આવે. દરમ્યાન સારૂં ચોમાસું હોય, બાગાયતદારો ભલામણ પ્રમાણે ખાતરો અને માવજત આપે તો જુલાઈના અંતમાં નવી કુંપણો આવે. હવે થોડું વિશેષ સમજવા પ્રયત્નો કરીએ.
આંબામાં નવેમ્બર-ડિસેમ્બરમાં નવા ફુલો (મોર) આવે છે અને તે પણ ૪-પ માસની પાકટ ડાળીઓ ઉપર જ. હવે શું બને છે તે જાેઈએ. આપણે ફુલો આવેલા જાેઈએ છીએ તેની પ્રક્રિયા એટલે કલીકાનું બેસવું અને કલીકા ભેદી કરણની ક્રિયા બે માસ અગાઉ એટલે કે ઓગસ્ટ માસમાં શરૂ થાય છે.
જેથી આ વર્ષે કેરી આવેલી ડાળીઓમાં બીજા વર્ષે ફુલો નહીં આવે કારણ કે જુલાઈમાં નવી પીલવણીવાળી ડાળીઓ ૪-પ માસની પાકટ નહીં થતાં ફુલો (મોર) નહીં આવે. મારા ખ્યાલ પ્રમાણે આંબા કેમ એક વર્ષ ફળે અને બીજા વર્ષે નથી આવતા (ફળતા) તે સમજવા આટલું પુરતું થઈ રહેશે.
જાે કે ઘણી વખત રોગ-જીવાત, વાવાઝોડું, વરસાદ અને વાતાવરણના કારણે વધુ ફાલનું વર્ષ ઓછા ફાલમા ફેરવાઈ જાય છે. તે માટે ક્યારેક ફરી ચર્ચા-વિચારણા કરીશું. પરંતુ વૃક્ષોના આવી આંતર વર્ષે ફળવાની ટેવ કેમ સુધારવી તે જાેઈએ જે આગલા લેખમાં નિકાસલક્ષી ઉત્પાદન માટે વિગતો આપેલી હતી એટલે અત્રે ઉલ્લેખનીય નહીં કરતાં વીણી/કાપણી પછીની માવજતની વાત કરીશું.
જૂન માસમાં કેરી વેડી લીધીે. ઝાડ પોષણની રીતે નબળું પડી ગયું છે એટલે તુરત તેને પોષણ આપવા ર ટકા યુરિયાનો છંટકાવ આપો (૧૦૦ લીટર પાણીમાં રે કિલો યુરિયા) અથવા ૧૦૦ લીટર પાણીમાં ૧ કીલો યુરીયા અને પ૦૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ અથવા પોટેશ્યમ નાઈટ્રેટ ૧૦૦ લીટર પાણીમાં ૧ કિલો પ્રમાણે છંટકાવ કરવોે.
સુકી ડાળીઓ/રોગ જીવાતવાળી ડાળીઓ કાપી નાખવી. વાડીમાં ગોડ કરવો, ખેડ કરવી, નિંદામણ કાઢવું અને જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ભલામણ પ્રમાણે ખાતરો આપવાં. દા.ત. ૧૦ વર્ષના ઝાડને નીચે પ્રમાણે ખાતરો આપવાં.
• દેશી ખાતરઃ ૧૦૦ કિલો અથવા તૈયાર સેન્દ્રિય ખાતરો પ કિલો.
• યુરીયા પ૦૦ ગ્રામ અથવા નર્મદા કેન ૧ કીલો અથવા એમોનીયમ સલ્ફેટ ૧ કીલો.
• ડી.એ.પી. પ૦૦ ગ્રામ અથવા સીંગલ સુપર ફોસ્કો ૧.પ કિલો • મ્યુરેટ ઓફ પોટાશ ૧ કિલો અથવા સલ્ફેટ ઓફ પોટાશ ૭પ૦ ગ્રામ. આ ખાતરો થડેથી ૩ ફૂટ દૂર અને ૩-૪ ફૂટના ઘેરાવામાં આપવાં. હવે સંકલીત પોષણ વ્યવસ્થામાં રાસાયણિક ખાતરોનો જથ્થો પ૦ ટકા ઘટાડવો. તેના બદલે –
• જૈવિક ખાતરો જેવાં કે એઝોટોબેક્ટર ૧૦ લીટર પાણીમાં પ૦ મી.લી. રપ મી.લી. ફોસ્ફો બેક્ટેરિયા અને રપ મી.લી. પોટાશ બેક્ટેરિયા મેળવી ઝાડદીઠ રાસાયણિક ખાતર નાખ્યા બાદ એક અઠવાડિયા પછી થડ ફરતે રેડવું. • આ બધા ખતરો દસ વર્ષ અને તે પછીના ઝાડ માટે જણાવેલ છે. પરંતુ એક વર્ષના છોડ હોય તો તેનો દસમો ભાગ અને તે પ્રમાણે ઝાડની ઉંંમર પ્રમાણે પ્રથમ વર્ષના જથ્થા જેટલો જથ્થો વધારતાં જતાં અત્રે જણાવેલ જથ્થો મળી જશે. રાસાયણિક ખાતરો ઘટાડવા ચોમાસામાં લીલો પડવાશ કરી શકાય જેના ઉપર ફુલો આવતાં જમીન-ખામણામાં દાબી દેવું. આ ઉપરાંત પ્રેસમડ, વર્મી કંમ્પોસ્ટ, પોલ્ટ્રી મેન્યોર, દેશી ખાતરો વિગેરે પ્રમાણસર વાપરવાથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા જાળવી શકાશે. ઉત્પાદન વધશે અને ગુણવત્તા સુધરશે.
• ચોમાસા દરમિયાન ર૦-રપ દિવસ સુધી વરસાદ ન પડે તો પાણી આપવું જાેઈએ. ઉપરાંત આંબાનો મધિયો (જીવાત) અને ભુકી છારો રોગ સામાન્ય રીતે આવતા હોય છે. જેથી ફુલો આવતા પહેલાં એટલે કે ઓક્ટોબર માસમાં એસીફેટ૧૦૦ લીટર પાણીમાં ર૦૦ ગ્રામ અથવા કાર્બારીલ ૧૦૦ લીટર પાણીમાં રપ૦ ગ્રામ નાખી થડ અને ડાળીઓ ઉપર છંટકાવ કરવો જાેઈએ. જાે કે લીમડાયુક્ત/ગૌમુત્રયુક્ત દવાઓ વાપરવી સલાહભર્યુ છે.
• ફુલો વધારવા માટે ૧પમી ઓગસ્ટથી દર ૧પ દિવસના અંતરે ઈથરલ ૧૦૦ લીટર પાણીમાં ર૦ મી.લી. ૧ કીલો યુરિયાના ચાર છંટકાવ કરવામાં આવે તો ૧પ-ર૦ ટકા ફુલો વધારી શકાશે. ઉપરાંત સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આંબાવાડીયામાં હેક્ટરે ૪-પ જગ્યાએ સાંજના ધુમાડો કરવામાં આવે તો પણ ફુલોની ટકાવારી વધારી શકાશે.
લેખકઃ ડો કે. પી. ફળતા નિવૃત્ત પ્રાધ્યાપક, બાગાયત વિભાગ, બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ
વિશેષ માર્ગદર્શન માટે ફોન કરવો. મોઃ ૯૮રપ૩ પપ૭૪૮