જો પત્ની ત્રાસ આપે તો પતિને અલગ થવાનો અધિકાર

નવી દિલ્હી, સામાન્ય રીતે આપણને એવા સમાચાર સાંભળવા અથવા વાંચવા મળે છે પત્નીને પતિ પરેશાન કરે છે. અથવા સાસરિયાઓ પત્નીને દહેજ કે અન્ય કોઈ વસ્તુ કારણસર પરેશાન કરી રહ્યા છે. આવા કિસ્સાઓમાં પત્ની કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરે છે. પરંતુ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં થોડો અલગ કેસ સામે આવ્યો છે. અહીં પતિએ જ પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.
જ્યારે ફેમિલી કોર્ટે પતિને છૂટાછેડા લેવાનો આદેશ આપ્યો, ત્યારે પત્નીએ તેને અટકાવવા માટે હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો. પરંતુ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી અને પતિને છૂટાછેડા લેવાની મંજૂરી આપી. એક અહેવાલ મુજબ પત્નીના અત્યાચારથી પરેશાન વ્યક્તિએ હિસારની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. તેણે અરજીમાં જણાવ્યું હતું કે તેના લગ્ન એપ્રિલ ૨૦૧૨માં થયા હતા અને તે ૫૦ ટકા અપંગ છે.
તેની પત્ની તેની અને પરિવાર સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે. તેણી તેમને પરેશાન કરે છે. લગ્ન પછી સ્થિતિ બગડવા લાગી. અરજી અનુસાર પતિને આશા હતી કે ભવિષ્યમાં પત્નીનું વર્તન બદલાશે, પરંતુ એવું થયું નહીં. હિસારની ફેમિલી કોર્ટે પત્નીના વર્તનને ખરાબ ગણ્યું. તેની સાથે કોર્ટે બંનેના છૂટાછેડાને પણ મંજૂરી આપી દીધી છે. પરંતુ પત્ની આ ર્નિણયથી ખુશ નહોતી.
આથી પત્નીએ આ ર્નિણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હવે હાઈકોર્ટે તેમની પડકારને ફગાવી દીધી છે. હાઈકોર્ટે હવે હિસારની ફેમિલી કોર્ટના આદેશ પર મહોર લગાવી છે. એટલે કે પતિ હવે પત્નીથી છૂટાછેડા લઈ શકે છે. પતિએ કોર્ટમાં કહ્યું કે તેની પત્ની ખૂબ ખર્ચ કરે છે અને ગુસ્સામાં પણ ખૂબ રહે છે.
ફેમિલી કોર્ટના ર્નિણય બાદ પણ તેના સ્વભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. પતિએ કોર્ટમાં એમ પણ કહ્યું કે પત્નીએ દહેજ અને ઘરેલુ હિંસાને લગતી ઘણી વખત ફરિયાદો કરી છે. હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી અને કહ્યું કે જાે તે તેના પતિ અને તેના પરિવારને અપમાનિત કરે છે તો પતિ તેની પાસેથી છૂટાછેડા લઈ શકે છે.SSS