જો બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં સુરક્ષા માટે પહોંચેલા 150 નેશનલ ગાર્ડ્સ કોરોના સંક્રમિત
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં મુકાયેલા 150થી વધુ સુરક્ષાકર્મી કોરોના સંક્રમિત થયા છે. આ માહિતી સામે આવ્યા દરમ્યાન એક અમેરિકી અધિકારીએ પણ આ અંગે પુષ્ટિ કરી છે. સૈન્ય અધિકારી અનુસાર, રાજધાનીમાં ઈનોગ્રેશન ડે પર ગોઠવવામાં આવેલા સુરક્ષાકર્મીઓની ગોઠવણી પહેલા તેમનું સ્ક્રિનિંગ કરાયું હતું. અને શરીરનું તાપમાન પણ માપવામાં આવ્યું હતું. સેનાના જણાવ્યા અનુસાર, હજારો સૈનિકોને તેમના ઘરે પરત મોકલવાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.
અમેરિકામાં લગભગ 4 લાખ 10 હજાર લોકો કોરોના સંક્રમણને કારણે મોત થયા છે. આ વચ્ચે શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત આશ્ચર્યચકિત છે. અમેરિકી પ્રશાસને કહ્યું છે કે, આ સમારોહમાં ઉપસ્થિત તમામ લોકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. હકીકતમાં, 6 જાન્યુઆરીએ અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હિંસા પછી, ઇમિગ્રેશન ડે પર હિંસા થવાની સંભાવના હતી.
પરિસ્થિતિનો સામનો કરવા માટે અહીં 25 હજાર વધારાના રાષ્ટ્રીય ગાર્ડ તૈનાત કરાયા હતા. US અધિકારીઓએ કહ્યું કે, કોરોનાથી સંક્રમિત સુરક્ષા કર્મચારીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. ચેપગ્રસ્ત નેશનલ ગાર્ડ્સના નિકટના સંપર્કમાં આવતા લોકોને સાવચેતી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.