જો બિડેન પહેલા દિવસે જ ભારતીયોને ભેટ આપશે: 5 લાખ લોકોને નાગરિક્તા મળશે
વોશિંગ્ટન, અમેરિકાનાં નવા ચુટાયેલા ટ્રમ્પ જો બિડેનનું વહીવટીતંત્ર હવે ભારતીય મૂળનાં લોકો સહિત 10 લાખ લોકોને 8 વર્ષ માટે નાગરિક્તા આપતું બિલ રજુ કરવાની યોજના બનાવી રહ્યું છે, તેમાં લગભગ 1 કરોડ 10 લાખ અન્ય દેશોનાં લોકોની સાથે-સાથે અમેરિકામાં રહેતા 5 લાખ ભારતીયોને પણ લાભ થશે.
આ સીટીઝનશિપ બિલ ટ્રમ્પ વહીવટી તંત્ર કરતા અલગ હશે, બિલ અંગેની માહિતી આપતા એક અધિકારીએ ગુપ્તતાની શરતે જણાવ્યું કે બિડેન બુધવારે શપથ ગ્રહણ બાદ આ બિલ રજુ કરી શકાય છે, રાષ્ટ્ર પ્રમુખ બિડેને ચુંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે ઇમિગ્રેશન પર ટ્રમ્પનાં પગલાને અમેરિકાનાં મુલ્યો પર કઠોર હુમલો ગણાવ્યું હતું.
બિડેને કહ્યું હતું કે તે આ નુકસાનની ભરપાઇ કરશે, આ બિલ હેઠળ 1 જાન્યુઆરી 2021 સુધી અમેરિકામાં કોઇ કાનુની દરજ્જા વગર રહેતા લોકોની પૃષ્ઠભુમિની તપાસ થશે અને જો તે કરી શકે છે, અને અન્ય પાયાની જરૂરીયાતો પુરી કરે છે, તો તેમને 5 વર્ષ માટે અસ્થાઇ કાનુની દરજ્જાનો માર્ગ ચોખ્ખો થશે, અને તેમને ગ્રીન કાર્ડ મળશે, ત્યાર બાદ તેમને 3 અને 7 વર્ષ માટે નાગરિકતા મળી શકશે.
બિડેને કહ્યું કે તે કોંગ્રેસની સાથે વીઝા પ્રણાલી H-1 B વીઝામાં સુધારો કરવાનું કામ કરશે, જેથી વીઝા પર રહેનારા લોકોને નોકરી બદલવાની મંજુરી મળી શકશે, તેનાથી ભારતીય કામદારોને ફાયદો થઇ શકે છે, બિડેને 1.1 કરોડ ગેરકાયદેસર પ્રવાસીઓનો કાયદેસર બનાવવાનું વચન આપ્યું હતું, તેમના ઘોષણાપત્ર પ્રમાણે તેનાથી 5 લાખ ભારતીયોને ફાયદો થશે.