જો સામાન્ય પ્રજા માટે મંદિર નહીં ખોલવામાં આવે તો તેઓ આંદોલન થશે: હજારે

મુંબઇ, સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પાસે મંદિર ખોલવા માટેની અપીલ કરી છે. તેમણે સરકારને એવું પૂછ્યું છે કે, જાે રાજ્યમાં બાર ખૂલી શકે છે તો મંદિર કેમ નહીં. એટલું જ નહીં અન્ના હઝારેએ લોકોને આ મુદ્દે રસ્તા પર આવીને આંદોલન કરવા માટે પણ અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે રાજ્ય સરકારે ધાર્મિક સ્થળ ખોલવા માટે કોઈ મંજૂરી આપી નથી.
એવામાં અન્ના હજારેએ સરકારને ધમકીભર્યા અંદાજમાં કહ્યું છે કે, જાે સામાન્ય પ્રજા માટે મંદિર નહીં ખોલવામાં આવે તો તેઓ આંદોલન કરશે. અન્ના હઝારેને આ માગ એવા સમયે યાદ આવી, જ્યારે એક દિવસ પહેલા જ કેન્દ્રીય આરોગ્ય સચીવે ત્રીજી વેવને ધ્યાને લઈને મહારાષ્ટ્ર સરકારને પત્ર લખીને દહીં હાંડી અને ગણપતિ ઉત્સવ જેવા આયોજન પર પ્રતિબંધ મૂકવા માટે સલાહ આપી છે. મહારાષ્ટ્રના મુખ્ય સચીવને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી રાજેશ ભૂષણે કહ્યું કે, દરરોજ વધી રહેલા કેસની સંખ્યા છેલ્લા એક મહિનામાં ઘટી ગઈ છે.
પણ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ એવા છે કે,જેમાં સંક્રમણના કેસમાં વધારો થતો જાેવા મળ્યો છે. આ આદેશ થકી એવી સલાહ આપવામાં આવી રહી છે કે,મહારાષ્ટ્રમાં આગામી તહેવાર દરમિયાન સાર્વજનિક કાર્યક્રમ તથા લોકોને એકઠા થવા પર રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકી દે. જેમાં ગણેશ ઉત્સવ અને દહી હાંડી જેવા તહેવારનો પણ સમાવેશ થાય છે.
જાેકે, હકીકત એવી પણ છે કે, આ વર્ષે જન્માષ્મી પર્વ પર મુંબઈ કે મહારાષ્ટ્રના બીજા મહાનગરમાં કોઈ દહીહાંડી ઉત્સવ નહીં યોજાય. જેના કારણે રાજકીય ચર્ચાઓ જાેરશોરથી જવા લાગી છે. મહારાષ્ટ્રમાં વિપક્ષમાં રહેલા ભાજપે કહ્યું કે, આ હિન્દુ વિરોધી રાજ્ય સરકાર છે.
આ પહેલા પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એ સ્પષ્ટતા કરી ચૂક્યા હતા કે, આ વખતે રાજ્યમાં કોઈ દહીહાંડી ઉત્સવ નહીં યોજાય. મહારાષ્ટ્ર રાજ્યને સંપૂર્ણ રીતે કોરોના મુક્ત કરવા માટે આ પગલું અનિવાર્ય છે. એવામાં અન્ના હઝારેની અપીલ સામે આવતા ફરી એકવખત અઘાડી સરકાર સામે મોટા પડકારો ઊભા થઈ રહ્યા છે. જાેકે, મહારાષ્ટ્ર સરકાર તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. સરકારના મંત્રીઓ પણ કહી ચૂક્યા છે કે, તહેવાર અને સામાજિક કાર્યક્રમ કરતા લોકોના આરોગ્યને પ્રાથમિકતા આપી સુરક્ષા વિશે વિચાર કરવો જાેઈએ.HS