જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ ભારતમાં હોત: રાજનાથ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Rajnath-1.jpg)
નવીદિલ્હી, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે દેશના ભાગલા સમયે જાે સાવધાની દાખવવામાં આવી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત. સિખ સમુદાયે આઝાદીની લડાઈમાં મોટો સંઘર્ષ કર્યો છે.
રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આપણે ભાગલાનો ડંખ સહન કરવો પડ્યો. સિખ સમુદાયને ઘણું બધુ સહન કરવું પડ્યું. આપણા યુવાનોને સિખોનો ઈતિહાસ ભણાવો. આ દેશ સિખ સમુદાયનું યોગદાન ક્યારેય નહીં ભૂલે. કેટલાક લોકો ખાલિસ્તાનની માંગ કરે છે.
તેમણે આગળ ઉમેર્યું હતું, ‘ કેટલાક લોકો ખાલિસ્તાનની માંગ કરે છે. પરંતુ તમે ખાલિસ્તાનની વાત જ શા માટે કરો છો. આખુ હિન્દુસ્તાન તમારૂ છે. સિખ સમુદાયના કારણે જ આજે ભારતીય સંસ્કૃતિ બચેલી છે. સિખ સમુદાયનો ઇતિહાસ સ્વર્ણિમ રહ્યો છે પરંતુ પરેશાની એ છે કે તેમાંથી ઘણા લોકો ઇતિહાસને જાણતા નથી.HS