જ્ઞાતિ તૂટતી બચાવવા અને સામાજિક સશક્તિકરણ માટેના પ્રયાસરૂપે ગ્લોબલ ગેટ ટુ ગેથર
છેલ્લા બે વર્ષથી લોહાણા સમાજની લોહાણા ઇન્ટરનેશનલ સોસાયટી તથા લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ દ્વારા દર મહિને ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો જેવા કે ડોક્ટર્સ, સીએ, એન્જિનિયર,એમબીએ,.. વિદેશ માં વસતા લગ્ન ઈચ્છુક ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી સંમેલન નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવે છે.
સંસ્થાનો ઉદ્દેશ્ય વેપાર નથી, પણ દીકરા/દીકરી અન્ય જગ્યાએ પરણે અથવા શિક્ષણ માં બાંધછોડ કરી ને લગ્ન કરે છે ત્યારે મોટેભાગે પરિણામો સારા મળતા નથી, પણ એક જ જ્ઞાતિમાં કરવામાં આવે તો સંબંધો જળવાઈ રહે છે અને જ્ઞાતિ તૂટતી બચે છે.
આ સામાજિક સશક્તિકરણ ની પહેલ ને કારણે સમગ્ર સમાજમાં લગ્નવિષયક બાબતે જાગૃતિ આવી છે. પરિણામે લોહાણા જ્ઞાતિના બૌધ્ધિકો તથા સંગઠનો દર અઠવાડિયે ક્યાંક ને ક્યાંક આવા કાર્યક્રમો કરે છે.
પહેલા દીકરીઓ વાળાને ફરિયાદ હતી કે લોહાણા સમાજ વેપારી વર્ગ છે માટે છોકરા ભણેલા મળતા નથી , આવી સંસ્થા માં નોંધણી કરાવવું જોઈએ તે અંગે પણ ક્ષોભ અનુભવે થતું પણ લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ દ્વારા થતાં પ્રયાસો ને કારણે ઉચ્ચ શિક્ષિત ઉમેદવારો હવે આવા મેળાવડા માં આવતા થયા છે. છેલ્લા બે વર્ષ માં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષિત યુવાન/યુવતી ઓને તેમના પસંદગીના પાત્રો મળ્યાં છે.
આજ બાબત ને ધ્યાન માં રાખી ને લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ દ્વારા તારીખ ૨૯ મી ડીસમ્બર માં ગ્લોબલ ગેટ ટુ ગેધર (જીવનસાથી પસંદગી સંમેલન) નું આયોજન અમદાવાદ ખાતે કર્યું છે. વર્તમાન સમયમાં મંદિરો કે અન્ન નાગરિક શરૂ કરવા કરતાં શિક્ષિત યુવાન/યુવતી ઓને તેમના પસંદગીના પાત્રો શોધી શકાય તો મોટું પુણ્ય નું કામ છે તેવી વિચાર ધારા સાથે સંગઠન કામ કરે છે. આજની સંવેદનશીલ સમસ્યા ના નિરાકરણ માટે ભૂતકાળની જેમ આજે પણ આપનો સાથ મળીશકી અને આપના લોકપ્રિય અખબાર માં પ્રકાશીત કરવા વિનંતી.